Uncategorizedઆણંદગુજરાત

બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટની ચોથી વર્ષગાંઠ અધંજન મંડળ ના બાળકો સાથે ઉજવાઈ: 4 વર્ષમાં 200 થી વધુ સેવાકાર્યો કર્યા

આણંદ, તા. ૩
બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ તેમના ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધજન મંડળ વિદ્યાનગર ખાતે ચોથી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંધજન બાળકો સાથે બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ ગીતો રામ ધુન સાથે તેના બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું સાથે તેમની રોજીંદા જીવન કીટ અને તેમની સાથે કેક કાપીને અને જમણવાર કરીને ચોથી વર્ષગાંઠ ઉજવી હતી આ પ્રસંગે બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્રવિડ પાસવન, ઉપપ્રમુખ જય ભોઈ , મંત્રી દીપ એચ પટેલ, સહમંત્રી દીપ અલ્પેશભાઈ પટેલ તથા ખજાનચી જુવેન્સ મેકવાન પ્રભારી દ્રુવ પટેલ તથા કાર્યકરો જેમાં ઓમ દેસાઈ, શ્લોક કોટડીયા, વિશ્વાસ, મિત પટેલ, વિકાસ મિસ્ત્રી , જય પટેલ, વ્રજ ઉમેશ પુરોહિત,મીહીર ભાટીયા દરેક ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૪ વર્ષ માં ૨૦૦ થી વધુ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી તથા કોરોના ની મહામારી વચ્ચે બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ ૨૦૦૦ માણસ ને જમાણવુ, ૫૦૦૦ શાકભાજી ની કીટ અને કોરોના વોરીયર્સ ને દુધ અને બીસ્કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદમાં પાંચ વર્ષ સુધી ગણેશ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે પ્રજાસત્તાક દિન તથા ગણતંત્ર દિવસની ઉજવણીઓ પણ કરવામાં આવે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button