નવી દિલ્હી

બંગાળઃ ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીની કોકેઇન સાથે ધરપકડ

નવી દીલ્હી,તા.૨૦
ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીને આજે પોલીસે ધરપકડ કરી લીધી છે. તે પોતાની કારમાં કોકીન લઇને જઇ રહી હતી. પોલીસે તેમના મિત્ર પ્રોબિર કુમાર ડેને પણ ન્યૂ અલીપુર વિસ્તારમાં એનઆર એવેન્યૂથી ધરપકડ કરી છે.
ભાજપના યુવા મોરચાની સુપરવાઇઝર અને હુગલી જિલ્લાની મહાસચિવ પામેલા ગોસ્વામીને કલકત્તાને ન્યૂ અલીપુરથી ઘણા લાખ રૂપિયાના કોકીન સાથે ધરપકડ કરવામાં આવી. મહિલા નેતાની કારમાં મોટી માત્રામાં અવૈધ ડ્રગ્સ મળ્યું હતું. ભાજપ્ના નેતાને ન્યૂ અલીપુરથી ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે પહેલાંથી જ ભાજપ નેત્રી પામેલાની ડ્રગની લત વિશે જાણકારી મળી હતી. તેમના અંગત સહયોગી અને ભાજાપા નેતા પ્રબીર કુમાર ડેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચેકિંગ દરમિયાન ન્યૂ અલીપુરમાં રોડ પર તેમની કાર અટકાવી અને તેમની તલાશી લીધી અને પામેલાની બેગ અને કારમાંથી ૧૦૦ ગ્રામ કોકીન મળી આવ્યું.
પકડાયેલા કોકીનની કિંમત બજારમાં લાખો રૂપિયાની આસપાસ છે. તેમની સાથે કેંદ્રીય સુરક્ષા બલના જવાન પણ હતા. જે તેમની સુરક્ષામાં તૈનાત હતા. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. પોલીસે કારની તલાશી લેતાં લગભગ ૯૦ લાખ રૂપિયાની નશીલી સામગ્રી જે કોકીન લાગે છે, જપ્ત કરી છે.સોમનાથ કેંદ્રીય બળના જવાન છે. તે ધરપકડના સમયે પામેલા ગોસ્વામીની સાથે કારમાં હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે પામેલાની સુરક્ષામાં તૈનાત છે. આ મામલે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે.ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ કલકત્તામાં પશ્વિમી બંગાળ ભાજપ યુવા મોરચાની મહાસચિવ પામેલા ગોસ્વામીની ધરપક વિરૂદ્ધ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. લોકેટએ કહ્યું કે પોલીસે પામેલા ગોસ્વામીને ટીએમસીના ઇશારે ખોટા કેસમાં ફસાવવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button