નવી દિલ્હી

ખાનગી ક્ષેત્રની મદદથી કોરોના રસીકરણ અભિયાન આગળ વધારશે કેન્દ્ર સરકાર,ટૂંક સમયમાં સ્પષ્ટ થશે નીતિ

નવી દીલ્હી,તા.૨૩
દેશમાં કોરોને વધતો-ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાનને વેગ આપવા માંગે છે. સરકાર નવી લહેર પહેલાં વધુને વધુ લોકોને રસી અપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકાર ખાનગી ક્ષેત્રનો સહારો લઈ શકે છે.
સરકાર આગામી કેટલાક દિવસોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી અંગેની નીતિ અંગે સ્પષ્ટતા કરી શકે છે. આ તબક્કે ૫૦ વર્ષથી ઓછી વયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમાં કોરોના ચેપ ફેલાવાની ઉચ્ચ સંભાવના છે. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલ કહે છે કે ખાનગી ક્ષેત્રમાં કોરોના રસીકરણને ઘણી શક્તિ મળી છે.
ડો.પૌલે જણાવ્યું હતું કે, હાલમાં ખાનગી ક્ષેત્ર મુખ્યત્વે આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારો સામેલ છે. તેમણે કહ્યું કે તાજેતરમાં ભારતીય ઉદ્યોગ પરિસંઘે સંઘે વડાપ્રધાન મોદીને પત્ર લખી રસીકરણમાં ખાનગી ક્ષેત્રની વ્યાપક ભાગીદારીની મંજૂરી માંગી છે.
તેમણે માહિતી આપી હતી કે કોઈપણ દિવસે લેવાયેલી દસ હજાર રસીમાંથી બે હજાર રસી ખાનગી કંપનીઓ દ્વારા આપવામાં આવી રહી છે. સામૂહિક રસીકરણ અભિયાનમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓની ભાગીદારી જરૂરી છે.
કેન્દ્ર સરકાર આગામી તબક્કામાં દરરોજ ૫૦ હજાર લોકોને રસી આપવાની યોજના બનાવી રહી છે. આજ સુધીમાં દેશમાં ૧.૦૭ કરોડ લોકોને રસી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ, આગામી તબક્કામાં ૪૦-૫૦ ટકા રસીકરણ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે.
આ દરમિયાન કોરોનાના સક્રિય કેસોમાં અને કોરોના વાયરસથી સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે .
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧.૫ લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના ચેપના કુલ કેસ ૧.૧૦ કરોડને વટાવી ગયા છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button