નવી દિલ્હી

ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીરમાં હિમવર્ષા જારી કમોસમી વરસાદ જારી રહેશે

નવી દિલ્હી,તા.૨૩
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ભારે હિમવર્ષા જારી રહી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. બીજી બાજુ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં હજુ પણ ઠંડી એકદમ ઓછી થઇ નથી. જેથી જનજીવન પર માઠી અસર થઇ છે. મેદાની ભાગોમાં પણ પારો ખૂબ નીચે પહોંચી ગયો છે. ખરાબ હવામાનના લીધે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર ફ્લાઈટો રદ કરાઈ છે. ૧૧ ફ્લાઈટોમાં વિલંબ થયો છે. હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી ભારે હિમવર્ષા થઈ છે. તમામ જગ્યાઓએ માઈનસમાં તાપમાન પહોંચી ગયું છે.મનાલીમાં વરસાદની સાથે સાથે હિમવર્ષા થઈ છે. ચારે બાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. મનાલીથી આગળ જતા રસ્તા ઉપર બરફની ચાદર છવાઈ ગઈ છે. લાહોલ અને સ્પિતી, કુલુ, સિમલા, ચંબામાં હિમવર્ષા થઈ છે. આગામી બે દિવસ દરમિયાન પણ હિમવર્ષા જારી રહી શકે છે. લોકો અને પ્રવાસીઓને ઉંચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. સિમલા, નારકંડા, દલહોજીમાં પણ મધ્યથી ભારે હિમવર્ષા થઈ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે સાથે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો હિમવર્ષાના કારણે ઠંડાગાર થયા છે. લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી જતા પાણીના સોર્સ બરફમાં ફેરવાઈ ગયા છે.દેશના વિવિધ ભાગોમાં ઠંડીથી બચવા માટેના દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.હિચમાલ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર અન્યત્ર પણ જાેવા મળી શકે છે. હવામાન વિભાગના ડિરેકટર વિક્રમસિંહના કહેવા મુજબ તોફાન દહેરાદુન, હરિદ્વાર, નૈનિતાલ, ઉધમસિંહ નગરમાં ત્રાટકી શકે છે. આ ગાળા દરમિયાન નુકસાન થવાની પણ શક્યતા છે. જમ્મુ કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે જેના પરિણામ સ્વરુપે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે. કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે આ એકમાત્ર નેશનલ હાઈવે જાેડે છે. આવી જ રીતે હિમાચલમાં પણ હાલત કફોડી બનેલી છે. તમામ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ છે. સિમલા, મંડી, કુલ્લુમાં ભારે હિમવર્ષા થઇ છે. તાપમાનમાં વધારો થયો હોવા છતાં પંજાબ અને હરિયાણામાં પણ કાતિલ ઠંડી લોકો અનુભવી રહ્યા છે. ગુજરાતમાં પણ પારો હવે વધી રહ્યો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પારો વધી રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button