લાપતા ૧૩૭ લોકો હવે જીવિત નહીં મળે:રિપોર્ટ ચમોલી: લાશોની શોધ જારી

ચમોલી,તા.૨૩
ચમોલી જળ પ્રલયની ઘટના બાદ આજે લાપતા થયેલા લોકોને શોધી કાઢવાની કામગીરી સતત ૧૭માં દિવસે જારી રહી છે. બચાવ ટીમે હજુ બચાવ કામગીરી બંધ કરી નથી જાે કે હવે કોઇ વ્યક્તિ જીવિત મળે તેવી શક્યતા નહીંવત છે. લાશોને શોધી કાઢવાની કામગીરી જારી છે. આજે મંગળવારના દિવસે ૧૭માં દિવસે બચાવ કામગીરી જારી રહી હતી. વારંવાર આવી રહેલા પાણીના કારણે તકલીફ પડી રહી છે. કાટમાળને દુર કરવાની કામગીરી જારી છે. હજુ સુધી ૬૮ મૃતદેહો અને ૨૮ માનવ અંગ મળી આવ્યા છે. ૧૩૭ હજુ લાપતા છે. હવે જે લોકો લાપતા થયા છે તેમના સગાસંબંધીઓમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. કારણ કે હવે લાપતા રહેલા લોકો જીવિત મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. મૃતાંક વધીને ૬૮ સુધી પહોંચીગયો છે. હજુ ૧૩૭ લોકો લાપતા થયેલા છે. હવે કોઇ વ્યક્તિ હોનારતના ૧૭માં દિવસે જીવિત મળે તેવી શક્યતા નથી.રિસિ ગંગા હોનારત બન્યા બાદ ૧૭માં દિવસે ઉંડી તપાસ જારી રહી છે. બચાવ અને રાહત કામગીરી જારી હોવા છતાં હવે કોઇ જીવિત વ્યક્તિ કાળમાળ હેઠળથી મળે તેવી શક્યતા ઓછી છે. કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકોના મૃતદેહો હોવાની દહેશત છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.રાત્રી દરમિયાન પણ કાટમાળને દુર કરવાની કામગીરી જારી રહી હતી. આઇટીબીપીના જવાનો રેશનિંગ કિટ વિતરણ કરી રહ્યા છે. નેવી કમાન્ડોને લઇને ભારતીય હવાઇ દળના હેલિકોપ્ટર શ્રીનગર પહોંચી ગયા છે.