સીએમ રૂપાણીના પીએ શૈલેષભાઈ માંડલિયાએ કોરોનાને આપી મ્હાત

ગાંધીનગર,તા.૨૩
રાજ્યના મુખ્યમંત્રીના પીએ શૈલેષભાઈ માંડવીયાએ આજકાલ સાથેની વાતચીતમાં પોતાની તબિયત સુધારા પર હોવાનું જણાવેલ છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો તા.૧૫ ફેબ્રુઆરીના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રૂપાણી પછી ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને સાંસદ વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ એક જ દિવસ પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પીએ શૈલેષભાઈ માંડલિયાએ કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તેમને પણ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા.
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પીએ શૈલેષભાઈ માંડલિયાનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે.
એક અઠવાડિયામાં શૈલેષભાઈ માંડલિયા કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.હાલ હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ તેઓ પોતાના ઘેર આરામ હેઠળ છે અને વહેલાસર સ્વસ્થતા મેળવી અને ફરજ પર હાજર થશે