આણંદ

મહેમદાવાદમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

આણંદ, તા. ૨૩
મહેમદાવાદ ટેકરીયા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સને ઝડપી પાડી, રૂ.૧,૩૯,૦૨૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, નેનપુર ચોકડીએ અંબિકા નગરમાં રહેતો રમેશ ઉર્ફે કડી છબાભાઇ ડાભી તેની લોડિંગ રીક્ષામાં ઇંગ્લિશ દારૂ લઇને મહેમદાવાદના ટેકરીયા વિસ્તારથી વિરોલ ગામ તરફ જવાનો છે.
જેથી પોલીસની ટીમ ટેકરીયા ફાટક નજીકના ગરનાળા પાસે વોચમાં ગોઠવાઇ હતી. દરમિયાન બાતમી મુજબની લોડિંગ રીક્ષા આવતાં તેમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા ચાલક અજય ઉર્ફે અજ્યો જગદીશભાઇ મારવાડી (રહે.મહેમદાવાદ) તથા રમેશ ઉર્ફે કડી છબાભાઇ ડાભી (રહે.નેનપુર ચોકડી) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.૭૦ હજારની કિંમતની રીક્ષા, રૂ.૪ હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રોકડા રૂ. ૭૬૨૦ તથા રૂ. ૫૭૪૦૦ ની કિંમતનો દારૂ મળી કુલ રૂ. ૧,૩૯,૦૨૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button