આણંદ

બાલાસિનોરની બનેવીએ સાળાને છરી મારી ત્રણ સામે ગુનો નોંધાયો

આણંદ, તા. ૨૩
બાલાસિનોર શહેરમાં ખતીબવાડામાં પત્ની સાથેના ઝઘડામાં દોડી આવેલાં સાસરિયાએ અપશબ્દો બોલી સાળાએ છરી વડે બનેવી પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે પોલીસે મહિલા સહિત ત્રણ જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોર શહેરના ખતીબવાડા શેરીમાં રહેતાં અમીરખાન હબીબખાન પઠાણ (ઉવ.૩૦)એ પોલીસમથકમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ અમીરખાનને તેના પત્ની સાથે બોલાચાલી થઇ હતી. જેમાં પત્નીએ તેના ભાઇ અદનાનમિંયા ગુલામમિંયા મલેકને ફોન કરી બોલાવતાં અમીરખાન પઠાણના સાળા અદનાનમિંયા ગુલામમિંયા મલેક, સાસુ ફરીદાબાનુ ગુલામમિંયા મલેક, મામાસસરા મુસ્તાકમિંયા ગફુરમિંયા પીરજાદા (રહે.તમામ વિજય ટોકીઝ પાસે, બાલાસિનોર)એ આવી ફરિયાદી અમીરખાન સાથે ઝઘડો કરી તું કેમ મારી બેન સાથે બોલાચાલી કરી મારઝૂડ કરો છો ? તેમ કહી અપશબ્દો બોલવા લાગી તેની પાસેની છરી વડે હુમલો કરતાં આડો હાથ ધરતાં અમીરખાન પઠાણને ઇજા થઇ હતી. બુમાબુમ સાંભળી આપસાસમાંથી સબંધી દોડી આવતાં ત્રણે જણાએ જતા જતાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બાલાસિનોર પોલીસે મહિલા સહિત ત્રણે જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button