આણંદ

ખંભાતના વોર્ડ ૯ માં જામશે ખરાખરીનો જંગ

આણંદ, તા. ૨૩
ખંભાતના વોર્ડ નંબર ૯ માં અપક્ષ પેનલ દ્વારા સમર્થકો સાથે કાર્યાલયનું ઓપનિંગ કરાતા રાજકારણમાં ગરમાવો. અહીં ભાજપ, કોંગ્રેસ સામે અપક્ષ લડી રહ્યું છે. વિશાળ સમર્થકોની ઉપસ્થિતિમાં અપક્ષોએ કાર્યાલયનો પ્રારંભ કરતા ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર ૯માં સ્થાનિક ઉમેદવારો દ્વારા અપક્ષ પેનલ ઉતારતા સ્થાનિક રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓબીસી. સમાજને પૂરતું પ્રતિનિધિત્વના મળતા યુવાનો દ્વારા સત્તાધીશો સામે બાયો ચઢાવી પરિવારવાદ, જ્ઞાતિવાદ, ભસ્ટાચાર થી લથબથ પાલિકા તંત્રને સુધારો કરવાની નેમ સાથે અપક્ષ ઉમેદવારો એ કાર્યાલયનું ઉધઘાટન કરવામાં આવ્યું છે, તેમ ઉમેદવારોએ જણાવ્યું હતું. પાલિકા ઇલેક્સનમાં વોર્ડ ૯ માં અપક્ષ દ્વારા ઉમદેવારી નોંધાવતા ઇલેક્સનમાં ભારે ગરમાવો આવી ગયો છે. ખંભાત નગરપાલિકા વોર્ડ-૯ માં અપક્ષ ઉમેદવારો, જીતેન્દ્રકુમાર ઇન્દ્રવદનભાઈ ખારવા, ગીતાબેન જતીનભાઈ રાણા,ભુપેન્દ્રભાઈ દશરથભાઈ ખલાસી, શાંતિબેન ભુપતભાઇ માછી સહિત ખારવા-ખલાસી-માછી-રાણા-ચુનારા સમાજના સ્થાનિક આગેવાનો, સમર્થકો અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ખૂબ જ જંગી બહુમતોથી તમામ ઉમેદવારોને વિજય અપાવવાનો સંકલ્પ કર્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button