આણંદ
ખંભાત તાલુકા પંચાયત- જિલ્લા પંચાયતની ચુંટણીને લઈને તંત્ર દ્વારા ચૂંટણી સાહિત્ય તૈયાર કરવા તડામાર તૈયારીઓ

આણંદ, તા. ૨૩
જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શન ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર દ્વારા આજ રોજ ઉમેદવારોને ઓળખપત્ર આપવામાં આવ્યા. તાલુકા પંચાયત કચેરી ખાતે પૂરજાેશમાં કામગીરી કરવામાં આવી રહી છે. રવિભાઈ પટેલ ચૂંટણી અધિકારી આગેવાનીમાં, મહેસુલ મામલતદાર મનીષભાઇની ટિમ દ્વારા ચૂંટણી એજન્ટ સહિત તમામ ઉમેદવારોને ઓળખપત્ર આવામાં આવ્યા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં રોકાયેલ કર્મીઓ દ્વારા વિવિધ સાહિત્ય તૈયાર કરવામા આવી રહ્યું છે . કે.ડી. સોલંકી સહિત સર્કલ મામલતદાર ઝુબેર વોહરા સહતીની ટિમ દ્વારા ચૂંટણીને લગતી માઈક્રો કામગરી કરવામાં આવેલ છે
Advertisement
Advertisement