આણંદ

પેટલાદ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી મનિષાબેન બ્રહ્મભટ્ટે ચૂંટણીને લગતી માહિતી કર્મીઓને આપી

પેટલાદ, તા. ૨૩
પેટલાદ નગરપાલિકાની ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીએ યોજાનાર હોઈ ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ફરજ બજાવનાર ૪૦૦ ઉપરાંત કર્મચારીઓને અંતિમ તબક્કાની ધી વેસ્ટર્ન ઈંગ્લીશ મીડીયમ સ્કુલના હોલ ખાતે તાલીમ આપવામાં આવી હતી જેમાં ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીન ઓપરેટ કઈ રીતે કરવું સહિત ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી. જેની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પેટલાદ નગરપાલિકા ચૂંટણી વિભાગ દ્વારા પેટલાદ પાલિકાના કુલ ૯ વોર્ડમાં ૪૭ જેટલા મતદાન મથકો ફાળવી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં. ૭ માં ૭ જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
જાે કે ચૂંટણીના દિવસે કોરોનાને પગલે મતદાન મથકો બહાર થર્મલ ગનથી મતદારોને તપાસીને પ્રવેશ આપવામાં આવશે. આમ, પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૮,૦૫૩ મતદારોમાં નોંધાયા હોવાથી મતદાન માટેની તૈયારીઓ આરંભી દેવાઈ છે. બીજી તરફ મતદારો શાંતિપૂર્ણ મતદાન કરી શકે તેવા હેતુથી અને ચૂંટણીલક્ષી માહિતી મળે તે માટે આજરોજ ધી વેસ્ટર્ન ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, પેટલાદના હોલ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવનાર ૪૦૦ ઉપરાંત સ્ટાફગણને ચૂંટણી અધિકારી દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button