આણંદ

પેટલાદ ખાતે આમ આદમી પાર્ટીની જંગી જાહેરસભા યોજાઈ

આણંદ, તા. ૨૩
પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વોર્ડ નં. ૧ અને ૯ માં પેનલ સાથે જ્યારે વોર્ડ નં. ૨, ૪ અને ૮ માં એક-એક ઉમેદવારોને ઉતારી પેટલાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને વધુ રોમાંચક બનાવી દીધું છે જ્યારે આમ આદમી પાર્ટી હવે પેટલાદની પ્રજા માટે આગામી સમય માટે વિકલ્પ બનતા બન્ને પક્ષોની ઊંઘ હરામ થઈ ગઈ છે જ્યારે તેનો વધુ નુકસાન કોંગ્રેસને થશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પેટલાદના એમ. આઈ. પઠાણ અને અસલમબેગ મિરઝા વર્ષોથી કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અડીખમ રહ્યા હોવા છતાં તેઓની ધરાર અવગણના કરાતા આ વખતે કોંગ્રેસના નિરંજન પટેલ સામે તેઓ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ મેદાનમાં ઉતરીયા છે. અસલમબેગ મિરઝાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પેટલાદ કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે ભોળા મતદારોનો માત્રને માત્ર ઉપયોગ જ કર્યો છે ૩૫ વર્ષથી એક હથ્થું શાસન ચલાવી તેમની સાથે રહેલા અસંખ્ય આગેવાનોને હાસ્યમાં ધકેલવાનું નીચ કાર્ય કર્યું છે જ્યારે અત્યાર સુધીના ઈતિહાસમાં આવા લોકોનો બેફામ ઉપયોગ કર્યો છે તેવા લોકોના નામો પણ જગજાહેર છે. પેટલાદ નગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને ખોબેખોબે મત આપી મતદારોએ સત્તા પર બેસાડ્યા હતા પરંતુ બાપ અને દીકરાએ એક હથ્થું શાસન ચલાવી નવયુવાન કાઉન્સિલરોને નારાજ કર્યા હતા જ્યારે ૬ યુવા સભ્યો તેમનો સાથ છોડી જતા તે વખતે પણ હું અને મારો પરિવાર તેમની સાથે અડિખમ ઉભો હતો અને તેમને સમજાવ્યા છતાં તેઓએ તેમની મનમાની ચાલુ રાખતા સત્તા ખોવાનું વારો આવ્યો હતો. જ્યારે અઢી વર્ષની બીજી ટર્મ માટે કોંગ્રેસ પુનઃ સત્તા પર આવે એવી પૂરી શક્યતાઓ હતી કોંગ્રેસથી નારાજ થયેલા કાઉન્સીલરો પણ તૈયાર હતા પરંતુ નિરંજન પટેલ પોતાના પુત્રના ભવિષ્ય વિશે વિચારતા હોઈ સત્તા સામે ચાલીને ભાજપને સુપરત કરી હતી. ૧૯ સભ્યો પૈકી ૧૫ લઘુમતિ સમાજના સભ્યો હોવા છતાં તેઓને પ્રમુખપદ આપ્યું ન હતું જ્યારે તાલુકા પંચાયતમાં પણ વિશ્નોલી બેઠક પરથી કોંગ્રેસના ચૂંટાયેલા ઝમીરખાન પઠાણ ભવાનીપુરાવાળાને પ્રમુખ તાલુકા પંચાયતમાં પ્રમુખપદ ન આપી પોતાનો એક્કો ચલાવ્યો હતો ત્યારે પણ શહેર અને તાલુકાનું લઘુમતિ સમાજના નિરંજન પટેલ સામે તે વખતે ભારે રોષ ભભૂકીયો હતો. એટલે નિરંજન પટેલ હિટલર છે….. હિટલર છે….. હિટલર છે અને સરમુખત્યાર છે એટલે મારા દરેક સમાજના મતદારો જાગી જાઓ અને સમાજમાં અંદરોઅંદર ભાગલાં પડાવનાર નિરંજન પટેલને જવાબ આપવાનો સમય પાકી ગયો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button