Breakingcricketઅમદાવાદગુજરાત

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે ઐતિહાસિક જીત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારત વતી બીજી ઈનિંગમાં અક્ષર પટેલે 5 વિકેટ અને અશ્વિને 4 વિકેટ ઝડપી છે. આ સાથેજ અશ્વિને ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી છે. મુરલીધરન પછી તેણે સૌથી ઝડપી 400 વિકેટ લીધી છે. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં 112 રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારત સામે આ ટેસ્ટ મેચ જીતવા માટે 49 રનનો ટાર્ગેટ છે. જો ભારત આજે જીતશે તો આ 22મી મેચ બનશે જેનું પરિણામ બીજા દિવસે આવ્યું હોય. આ ટેસ્ટના બે દિવસમાં બન્ને ટીમ મળીને 30 વિકેટો પડી છે.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી અક્ષર પટેલે 6 વિકેટ, અશ્વીને 3 વિકેટ અને ઈશાંત શર્માએ 1 વિકેટ લીધી છે. ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારતને 33 રનની લીડ મળી છે. જો રૂટ અને જેક લીચે તરખાટ મચાવ્યો હતો. જો રૂટે 5 વિકેટ અને લીચે 4 વિકેટ ઝડપી હતી. પાંચમાં દિવસથી જેમ બોલ ટર્ન થઈ રહ્યો છે. 21 ટેસ્ટ મેચ એવી રહી છે જે બે દિવસમાં પૂરી થઈ ગઈ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button