Surat

ઉત્તરસંડા ગામે નજીવી બાબતે યુવાનને પાવડો ફટકાર્યો

આણંદ, તા. ૨૬
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે જૂના ઝઘડાની અદાવતે બે શખસે યુવાનને અપશબ્દો બોલી પાવડો ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ઇજાગ્રસ્તને દવાખાને ખસેડાયા હતા. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઉત્તરસંડા ગામે મોટાસિપાઇવાડામાં રહેતાં સલીમમીંયા નાસીરમીંયા મલેક (ઉવ.૨૪) મંડપ ડેકોરેશનનું કામ કરે છે. તેના પત્ની રહેનાબીબી નર્સીંગના ક્લાસ કરે છે. સલીમમીંયા મંડપ બાંધવાના કામની મજૂરીએ ગયા હતા. ત્યારે તેના પત્ની રેહાનાબીબીએ ફોન કરી જાણ કરી હતી કે, દશ દિવસ અગાઉ થયેલાં ઝઘડાની અદાવત રાખી ગામના સીદ્દીકમીંયા મલેક તથા અફજલખાન ઇદ્રીશખાન પઠાણ ઘરે આવી તેણીને અપશબ્દો બોલે છે તમે ઘરે જલદી આવો. તેથી સલીમમીંયા મલેક ઘર ગયા હતા. ત્યારે બન્ને શખસો તેના પત્ની અને નાની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલતાં હોઇ તેઓએ ગાળો બોલવાની ના પાડી હતી. જેનાથી ઉશ્કેરાઇ જઇ સીદ્દીકમીંયા મલેક તથા અફજલખાન ઇદ્રીશખાન પઠાણે એકસંપ કરી પાવડાના લાકડાના હાથ વડે અને લાકડી વડે માર મારી ફરિયાદી સલીમમીયા મલેક તથા પત્ની રેહાનાબીબી અને ભાઇ સરફરાજમીયાને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યાં હતા. આ અંગે ચકલાસી પોલીસે બન્ને શખસ સામે ગુનો નોંધી ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button