Uncategorized

બોરીયા-૧ બુથનો પુનઃ મતદાનનો પ્રારંભ, ચાંપતો પોલીસ બંદોબસ્ત

ગત વખતે ૫૭૩ મતોનું મતદાન થયું હતું. જ્યારે આ વખતે વધુ મતદાન થયા હોવાના સમાચાર મળ્યા છે. ત્યારે સમીકરણ બદલાય તો નવાઈ નહી.

આણંદ, તા. ૪
આણંદ જીલ્લા પંચાયત સિહોલ બેઠકના બોરીયા-૧ મતદાન મથકનું ઈવીએમ યુનીટ મત ગણતરી દરમિયાન નહી ખુલતા આજે બોરીયા-૧ મતદાન બુથનું પુનઃ મતદાન કરવામાં આવતા સવારે ૭ વાગ્યાથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં બોરીયા ગામમાં ઉમટી પડ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા મતદાન મથકની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આણંદ જીલ્લા પંચાયતની ૩૫ સિહોલ બેઠકની મત ગણતરી દરમિયાન મતદાન મથક નં. ૧ બોરીયા-૧ માં લેવાયેલ ઈવીએમ કન્ટ્રોલ યુનીટ ખોટકાતા કન્ટ્રોલ યુનીટ ઈવીએમ ખુલી શક્યું ન હતું. જેના કારણે મતદાન થયેલા મતોની ગણતરી થઈ શકી ન હતી. જેને લઈને ભારત ઈલેક્ટ્રોનીક્સ લિમિટેડના મેન્યુફેકચર કંપનીના એન્જીનિયર દ્વારા ચકાસણી કરવામાં આવતા ટેકનીકલ ખામીના કારણે આ કન્ટ્રોલ યુનીટમાંથી પરિણામ મળી શકે તેમ નથી તેમ જણાવતા બોરીયા-૧ બુથ પર પુનઃ મતદાનનો આદેશ આપવામાં આવતા આજે બોરીયા-૧ બુથનું પુનઃ મતદાન સવારે ૭ વાગ્યાથી શરુ થયું છે. અને સવારથી જ મતદારોએ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે કતારો લગાવી છે.
પુનઃ મતદાનને લઈને ગામમાં ખુબ જ ઉત્તેજનાભર્યો માહોલ જાેવા મળ્યો હતો. અને મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના અન્ય ગામના કાર્યકરો પણ બોરીયા ગામમાં ઉમટી પડ્યા છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા મતદાન મથકની બહાર તેમજ મતદાન મથકની અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે અને આવતીકાલે તેની મત ગણતરી કરવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button