નવી દિલ્હી

તાજમહેલમાં બોમ્બ હોવાની ખબર, પ્રવાસીઓને બહાર કાઢી તપાસ કરાઈ શરુ

 

નવી દીલ્હી,તા.૪
દુનિયાની સાત અજાયબીઓમાંથી એક એવા તાજમહેલમાં બોમ્બ હોવાની ખબર સામે આવી છે. બોમ્બની સૂચના મળ્યા બાદ અંદર હાજર પ્રવાસીઓને પણ બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને તપાસ શરુ કરવામાં આવી છે. હાલ તાજમહેલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે પોલીસને અજાણાવ્ય શખ્સે બોમ્બ રાખ્યાની જાણ કરી હતી.
બોમ્બની સૂચના મળ્યા બાદ તાજ પરિસરમાં સીઆઈએસએફ અને સ્થાનીક પોલીસ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે. તાજમહેલમાં સર્ચ ઓપરએશન શરુ કરવામાં આવ્યું છે.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હઈ છે. આગરાના લોહામંડી પોલીસ સ્ટેશનમાં કોઈએ તાજમહેલમાં બોમ્બ હોવાનું કહ્યું હતું.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button