ડોક્ટરોએ વાસણ ધોતા હોય તેમ ફેફસા ધોઈને મહિલાનો જીવ બચાવ્યો

નવી દિ્લ્હી,તા.૪
ઓડિશાની એક મહિલાના ફેફસામાં એટલું પ્રોટીન જમા થઈ રહ્યું હતું કે,શ્વાસોશ્વાસમાં તકલીફ પડવા લાગી હતીઃ એઈમ્સના ડોક્ટરોએ મીઠાવાળા હુંફાળા પાણીથી ફેફસા સાફ કરી જીવ બચાવ્યો ડોક્ટરો સામે એવા-એવા મુશ્કેલ કેસ આવતા હોય છે, કે એવા દર્દીઓને સાજા કરવા માટે તબીબી અભ્યાસનો નિચોડ ઢાલવી દેવો પડતો હોય છે. ક્યારેક તો એવી-એવી રીત અપ્નાવવી પડે છે કે, સૌ કોઈને આશ્ચર્ય થાય. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં પણ એઈમ્સના ડોક્ટરો પાસે એક મહિલાનો આવો જ મુશ્કેલ કેસ આવ્યો હતો.
૨૫ વર્ષની આ મહિલા જવલ્લે જ જાેવા મળતી બીમારીનો ભોગ બની હતી. મહિલાના ફેફસામાં મોટા પ્રમાણમાં પ્રોટીન જમા થઈ રહ્યું હતું
જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરોએ આ મહિલાના ફેફસાને આપણે ઘરે વાસણ ધોઈએ છીએ તેમ તેના ફેફસા ધોઈને તેનો જીવ બચાવ્યો. આ મહિલાના ફેફસા ધોવા માટે ડોક્ટરોએ મીઠાવાળા હુંફાળા પાણીનો ઉપયોગ કર્યો.
૦-૦-૦