શ્રીલંકા સામે પોલાર્ડે નવો ઇતિહાસ સર્જી દીધો પોલાર્ડે છ છગ્ગા લગાવ્યા

એન્ટીગુઆ,તા. ૪
શ્રીલંકાના ઓફ સ્પીનર અકિલા ધનંજયની એક ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝના કાયરન પોલાર્ડે છ છગ્ગા ફટકારીને નવો રેકોર્ડ સર્જી દીધો છે. એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજાે બેટ્સમેન બની ગયો છે. પોલાર્ડ પહેલા દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ અને ભારતના યુવરાજ સિંહે એક ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે અકિલા ધનંજયે એક ઓવરમાં છ છગ્ગા મારતા રહેલા ઓવરમાં હેટ્રીક લીધી હતી. શ્રીલંકા સામેની ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં એન્ટીગુઆ ખાતે પોલાર્ડે નવો ઇતિહાસ સર્જયો હતો. પોલાર્ડે ટી-૨૦ મેચમાં એક ઓવરમાં છ છગ્ગા માર્યા હતા. તે પહેલા યુવરાજે પણ એક ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા. પોલાર્ડે ઇનિગ્સની છઠ્ઠી ઓવરમાં અકિલાને ધોઇ નાંખ્યો હતો. પોલાર્ડે પ્રથમ બોલમાં લોંગ ઓન પર, બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, ત્રીજા બોલે લોંગ ઓફ પર, ચોથા બોલે મિડ વિકેટ પર પાંચમા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને છઠ્ઠા બોલે કાઉ કોર્નર પર છગ્ગા લગાવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોલાર્ડ હવે એક અસામાન્ય સિદ્ધી ધરાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઇ ગયો છે.શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં ચાર વિકેટે વિન્ડીઝે જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ૧૩૪ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે ૧૩.૧ ઓવરમાં છ વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. ૧૧ બોલમાં છ છગ્ગાની મદદથી ૩૮ રન કરનાર પોલાર્ડે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. પોલાર્ડે શાનદાર દેખાવ કરનાર તમામને રોમાંચિત કરી દીધા હતા. શ્રીલંકાના ઓફ સ્પીનર અકિલા શાનદાર દેખાવ કરી રહ્યો હતો. પરંતુ ત્યાબાદ તેની બોલિંગમાં પોલાર્ડે જાેરદાર તોફાની બેટિગ કરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે વર્ષ ૨૦૦૭માં નેધરલેન્ડની સામે શાનદાર દેખાવ કર્યો હતો. હર્ષલ ગિબ્સે ભવ્ય દેખાવ કર્યો હતો. આવી જ રીતે યુવરાજ સિંહે ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે છ છગ્ગા લગાવ્યા લગાવ્યા હતા. હવે પોલાર્ડે આ ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી છે. ક્રિકેટ ઇતિહાસમાં સ્થાનિક ક્રિકેટમાં રવિ શાસ્ત્રીએ એક ઓવરમાં છ છગ્ગા લગાવ્યા છે. ગેરી સોબર્સેપણ છ છગ્ગા લગાવ્યા છે.