આણંદ

માતર તાલુકાના પરીએજ ગામે કોરોના પગલે મહા શિવરાત્રીનો કાર્યક્રમ મોકુફ

શિવરાત્રી પર યોજાતા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, સંક્રમણ ન ફેલાય તે હેતુથી અને સરકારના નિયમોને ધ્યાનમાં લઈ ચાલુ વર્ષે કાર્યક્રમ મોકુફ રખાયો ઃ અમિતભાઈ (મુખ્ય પ્રેરક)

આણંદ, તા. ૪
માતર તાલુકાના પરીએજ ગામે છેલ્લા બાર વર્ષથી મહા શિવરાત્રી પ્રસંગે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં શિવપુજા સહિત ભંડારો અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાય છે. અને આજુબાજુના ગામોમાંથી ૫૦ હજારથી વધુ લોકો આવતા હોય છે. જેથી માનવ મહેળામણની ભીડ જામે છે. હાલમાં કોરોના મહામારીના પગલે સતત કેસોમાં વધઘટ થઈ રહી છે. તેને ધ્યાને લઈને સરકારે નવી ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. જેથી ચાલુ વર્ષે પરીએજ ગામે મહા શિવરાત્રી યોજાતા તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. માત્ર મંદિરના ટ્રસ્ટીઓની હાજરીમાં પુજાઅર્ચના કરી શિવરાત્રી યોજાશે. માતર તાલુકાના પરીએજ ગામે શિવજી મંદિરનો અનેરો મહાત્મ્ય છે. દર વર્ષે મહા શિવરાત્રી પર મોટી સંખ્યામાં લોકો આવે છે. આ દિવસે મહાપુજા ભંડારો અને લોક ડાયરાનું આયોજન કરાયું છે. ચાલુ વર્ષે પણ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેમાં સભા સરઘસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુને ધ્યાને લઈ મંડળના સંચાલકો દ્વારા આ વખતે મહા શિવરાત્રી પર યોજાતા ભંડાળો અને લોક ડાયરા સહિતના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button