આણંદ

આણંદમાં તુલસી ગરનાળા નજીક ખુલ્લી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ગાય પટકાતા રેસ્ક્યુ કરાયું

આણંદ, તા. ૬
આણંદ શહેરમાં તુલસી ગરનાળા નજીક ઘર પાસે બનાવવામાં આવી રહેલી ખુલ્લી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ગત રાત્રીના સુમારે ગાય પટકાતા આજે સવારે આણંદ ફાયર બ્રીગેડ દ્વારા રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢી ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં તુલસી ગરનાળા નજીક રહેતા એક પરિવાર દ્વારા પોતાના ઘરની બહાર અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. અને ટાંકીમાં ટાઈલ્સો બેસાડી કન્સ્ટ્રકશન ચાલી રહ્યું હોય ઉપરથી ટાંકી ખુલ્લી હતી. દરમિયાન ગત રાત્રીના સુમારે એક ગાય આ ખુલ્લી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પટકાઈ હતી. આજે સવારે આસપાસના લોકોએ અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ગાયને પડેલી જાેતા આ અંગે ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયર બ્રીગેડના નરેન્દ્રભાઈ પંડ્યાના નેતૃત્વમાં સ્ટાફના સહદેવ રાઠોડ, પ્રવિણસિંહ અને નીલેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડેલી ગાયને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને ભારે જહેમત બાદ અંદરગ્રાઉન્ડ ટાંકીમાં પડેલી ગાયને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય અંદરગ્રાઉન્ડ ટાંકીમાં પડવાના કારણે તેને ઈજાઓ થઈ હોય સ્થાનિક લોકો દ્વારા ગાયની સારવાર માટે ૧૯૬૨ એમ્બ્યુલન્સને પણ જાણ કરી ગાયની સારવાર કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button