આણંદ

દહેમી ગામે પ્રેમ સબંધમાં વચ્ચે આવવા બાબતે ઠપકો આપતા ઝાડ સાથે બાંધી દંડા વડે માર માર્યો

આણંદ, તા. ૬
બોરસદ તાલુકાના દહેમી ગામે ફાર્મસી કોલેજની સામે પ્રેમ સબંધમાં વચ્ચે આવવા બાબતે ઠપકો આપતા યુવકને દંડો મારી એક્ટીવા પરથી પાડી દઈ ઢસડીને નજીકના ખેતરમાં લઈ જઈ દોરડા વડે ઝાડ સાથે બાંધી લાકડાનો દંડા વડે મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કરતા આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે.
દહેમી ગામે ફાર્મસી કોલેજની સામે રહેતા રાજુભાઈ છત્રસિંહ પરમારને નજીકમાં રહેતા મીનાબેન ગોરધનભાઈ પરમાર સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સબંધ ચાલતો હતો પરંતુ આ પ્રેમ સબંધ વચ્ચે અર્જુનભાઈ મગનભાઈ ગોહેલ આવી જતા તેઓનો પ્રેમ સબંધ તુટી ગયો હતો. રાજુભાઈ પરમાર પોતાનું એક્ટીવા સ્કુટર લઈ પોતાના પુત્ર વિશાલ સાથે દહેમી નાપાડ રોડ ગેમલશા કમલશા બાવાની દરગાહ પાસેથી પસાર થતા હતા. ત્યારે રસ્તામાં અર્જુનભાઈ મગનભાઈ ગોહેલ રાજુભાઈને માથામાં દંડો મારતા રાજુભાઈ અને તેમનો દિકરો વિશાલ રોડ ઉપર પડી ગયા હતા. ત્યારે અર્જુનભાઈ ગોહેલ અને કરણભાઈ મગનભાઈનાઓએ દંડા વડે રાજુભાઈને બેફામ માર મારી તેમજ મગનભાઈ અને રમણભાઈએ પણ આવી ચારેય જણાએ ભેગા થઈ રાજુભાઈને ઢસડીને નજીકના ખેતરના શેઢા પર લઈ દોરડા વડે ઝાડના થડ સાથે બાંધી લાકડાના દંડા વડે બેફામ માર માર્યો હતો. અને લાતો મારી તેમજ મુક્કા મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય જણા રાજુભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ગંભીરપણે ઘવાયેલા રાજુભાઈને ૧૦૮ ની એમ્બ્યુલન્સ વાનમાં ત્વરીત સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે રાજુભાઈ છત્રસિંહ પરમારની ફરિયાદના આધારે રમણભાઈ શનાભાઈ ગોહેલ, મગનભાઈ શનાભાઈ ગોહેલ, કરણભાઈ મગનભાઈ ગોહેલ, અર્જુનભાઈ મગનભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૦૭, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button