Breakingઆણંદગુજરાત

ખંભાત નગર પાલિકામાં સત્તારૂઢ થવા માટે ભાજપે હાથ ધરી કવાયત : જાણો સાંસદ મિતેષ પટેલ સાથે કોને કરી મુલાકાત

આણંદ, તા. ૬
ખંભાત નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું સાશન છે. જાેકે આ વખતે પણ ભાજપને સીટો મળી છે પરંતુ ભારે ખેંચતાણ બાદ પણ એક સીટનું ટોચુ પડ્યું છે. ભાજપને ૧૮ સીટ મળી છે ત્યારે સત્તા હાંસલ કરવા માટે ૧૯ સીટની જરુર છે. જ્યારે સામે અપક્ષ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ત્રણેયની મળીને ૧૮ સીટો થાય છે. ત્યારે બંને બાજુથી સત્તા રચવા માટે કાવાદાવા શરુ થઈ ગયા છે. જાેકે ચુંટણી અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જાહેરાત કરી હતી કે ભાજપ છોડીને અપક્ષમાંથી ચુંટણી લડનારને પુનઃ લેવાશે નહી પરંતુ હાલમાં ખંભાત નગરપાલિકામાં જીતેલા અપક્ષોને મનાવાનો પ્રયાસ ભાજપ દ્વારા હાથ ધરાશે.
ખંભાત નગરપાલિકામાં અપક્ષ તરીકે ભુપેન્દ્રભાઈ જશુભાઈ પટેલ, ગીતાબેન જતીનભાઈ રાણા, જીતેન્દ્રભાઈ ઈન્દ્રવદન ખારવા અને શાંતાબેન ભુપતભાઈ માછી ચુંટાઈ આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી એજાદહુસેન સૈયદ ચુંટાયા છે.
ભાજપ પાસે ૧૮ બેઠકો છે તેઓને પાલિકા પ્રમુખ પદ મેળવવા માટે એક બેઠકની જરુર છે. જેથી તેઓને અપક્ષોનો સંપર્ક શરુ કર્યો છે. અને મનાવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પણ અપક્ષ અને આમ આદમી પાર્ટીના સહારે ભાજપમાંથી એકાદ ઉમેદવારને તોડીને સત્તા રચવાના ખ્યાબ જાેઈ રહી છે. જેને લઈને ખંભાતમાં હાલ નગરપાલિકાની સત્તા હાંસલ કરવા માટે રાજકીય કાવાદાવાના ખેલ શરુ થઈ ગયા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button