Electionઆણંદઉમરેઠગુજરાત

આણંદ જીલ્લામાં પાલિકા અને જીલ્લા તથા તાલુકા પંચાયતોમાં પ્રમુખપદનો તાજ કોના શિરે…..

આણંદ, તા. ૬
આણંદ નગરપાલિકામાં સામાન્ય મહિલા બેઠક છે. જીલ્લા પંચાયતમાં પણ સામાન્ય મહિલા બેઠક છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં તારાપુરમાં શૈક્ષણિક પછાત મહિલા બેઠક સિવાય મોટાભાગની બેઠકો સામાન્ય છે. જાેકે સૌથી વધુ હાલમાં આણંદ નગરપાલિકામાં પ્રમુખ કોણ બેસશે તે ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા બે ટર્મથી જીતેલા ચાર મહિલા કાઉન્સીલરોમાં રુપલબેન પટેલ, તમન્નાબેન પટેલ, હેતલ દરજી સહિત નવા ચુંટાયેલા મહિલાઓના પણ નામ મોખરે છે. જાેકે અઢી વર્ષન ટર્મ માટે હાલ તો ભાજપ સંગઠન એ મુંઝવણમાં છે કે મહિલામાં પટેલ સમાજની બેસાડવી કે પછી બીજી ટર્મમાં પુરુષ સામાન્ય બેઠક આવે ત્યારે બેસાડવો તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે.
આણંદ નગરપાલિકામાં વર્ષોથી પટેલ લાંબીનું રાજ ચાલે છે. આ વખતે પણ જાે પટેલ સમાજને મહિલા બેઠક પર પ્રમુખ બનાવવામાં ન આવે તો ક્ષત્રિય સમાજમાંથી વિજેતા બનેલા મહિલા ઉમેદવારોને તક મળે તેમ છે અને જાે પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પટેલ સમાજની મહિલા બેસાડાશે તો બીજા અઢી વર્ષની ટર્મ માટે ક્ષત્રિય સમાજમાંથી પુરુષ ઉમેદવારો દાવેદારી નોંધાવશે. આમ હાલ તો જેને લઈને પાલિકાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. જાેકે હાલમાં તો ત્રણ થી ચાર નામ ચર્ચાઈ રહ્યા છે પરંતુ છેલ્લી ઘડીએ ભાજપ મોવડી મંડળ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જે નિર્ણય લે તેના ઉપર જ આણંદ નગરપાલિકાના પ્રમુખનો તાજ જાેવા મળશે. તેવી જ રીતે જીલ્લા પંચાયતમાં ભાજપને વર્ષો બાદ સ્પષ્ટ બહુમતી મળી છે અને ૩૫ બેઠકો ભાજપને મળી છે. જેમાં પણ ૧૫ થી વધુ મહિલાઓ ચુંટાઈ છે. જીલ્લા પંચાયતની બેઠક પણ સામાન્ય મહિલા ઉમેદવારની છે. તેને ધ્યાને લઈને હાલમાં જીલ્લા પંચાયતના ભાજપના વિજેતા ઉમેદવારો વચ્ચે પ્રમુખપદ મેળવવા માટે અત્યારથી લોબીંગ શરુ કર્યું છે. જાેકે આ વખતે જીલ્લા પંચાયતમાં નવયુવાન મહિલા પ્રમુખ જાેવા મળે તેવી સંભાવના છે. જાેકે ભાજપમાંથી જીતેલી મોટાભાગની મહિલા ગ્રેજ્યુએટ છે. તેને લઈને પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આણંદ જીલ્લાના ૮ તાલુકા પંચાયતોમાંથી માત્ર તારાપુર તાલુકા પંચાયતની બેઠક શૈક્ષણિક પછાત મહિલા વર્ગના પ્રમુખ તરીકે છે. બાકીની તમામ સામાન્ય બેઠકો છે. તેમાં પણ પ્રમુખ બનવા માટે મોટાભાગે હાલમાં કેટલાક મહિલા સભ્ય દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જાેકે આણંદ નગરપાલિકા સહિત તમામ પ્રમુખોની વરણી હોળાષ્ટક બેસે તે પહેલા કરી દેવામાં આવે તેવી સંભાવના છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button