Breakingઆણંદગુજરાત

આણંદ નગરપાલિકામાં ભાજપ,કોંગ્રેસ,આપ સહીત ૪૯ ઉમેદવારોની ડીપોઝીટ થઇ ડુલ: જાણો કોની-કોની ડુલ થઇ ડીપોઝીટ…

આણંદ, તા. ૬
આણંદ નગરપાલિકાની બાવન બેઠકો માટે ૧૩૭ ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેમાં મત ગણતરી દરમિયાન સામે આવેલા પરિણામો જાેતા ૪૯ જેટલા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત અનેક ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઈ છે. આણંદ નગરપાલિકાનું ચુંટણી પરિણામ મંગળવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
આણંદ નગરપાલિકામાં ઝંપલાવનાર ૪૯ ઉમેદવારની ડીપોઝીટ ડુલ થઈ છે. ભાજપના ૬ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઈ છે. વોર્ડ નં. ૩, ૪ અને ૫ માં ઉભેલા ભાજપના ઉમેદવારોને હજારથી પણ ઓછા મત મળતા તેમજ વિજેતા ઉમેદવારના ચોથા ભાગના મત પણ ન મળતા તેઓની ડીપોઝીટ ડુલ થઈ છે.જ્યારે કોંગ્રેસના દસ ઉમેદવારોમાં વોર્ડ નં. ૮, ૯, ૧૧ અને ૧૨ માં ઉભેલા કોંગ્રેસના ઉમેદવારો ભાજપના વિજેતા ઉમેદવારોને ચોથા ભાગના મત કોંગ્રેસના ઉમેદવારોને ન મળતા ડીપોઝીટ ગુમાવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત આણંદ નગરપાલિકામાં એનસીપીના ૪ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. તેમજ આપના ૧૫ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું પરંતુ તેઓને જાેઈએ તેવો પ્રતિસાદ આણંદની જનતાએ આપ્યો નથી જેના કારણે એ તમામ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઈ છે. આ ઉપરાંત ૧૩ અપક્ષ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને પણ ઘણા ઓછા મત મળતા તેઓને પણ ડીપોઝીટ ગુમાવાનો વખત આવ્યો છે.

ડીપોઝીટ ડુલ થયેલ ઉમેદવારોની યાદી નીચે પ્રમાણે છે

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button