BreakingCoronaગુજરાત

ડાકોર ખાતે યોજનાર ફાગણી પૂનમન મેળાને લઈને ખેડા જિલ્લા તંત્રએ શું લીધો મોટો નિર્ણય…

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. આ વખતે કોરોનાના સંક્ર્મણને અટકાવવા મંદિર પ્રસાશને અને જીલ્લા વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે. જીલ્લા કલેકટરની અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં આજે સત્તાવાર નિર્ણય લેવાયો છે. સાથે સાથે ભક્તોને ઘરે રહીને જ દર્શન કરવા વિનંતી કરવામાં આવી છે.

Advertisement

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમનો મેળો રદ કરાયો છે. ફાગણી પૂનમનું ખુબજ ધાર્મિક મહત્વ હોય છે. આ દિવસે લાખો પદયાત્રીઓ ચાલતા ડાકોર રણછોડરાયના દરબારમાં આવી શીષ નમાવે છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના અનેક સ્થળોએથી ચાલતાં તો ક્યાંક સંઘમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવે છે અને ખુબજ ધામધૂમથી આ પૂનમની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે આ ઉજવણીમાં કોરોનાનું સંકટનુ વિધ્ન આવ્યું છે.

28મી માર્ચે ફાગણી પૂનમ હોવાથી 27, 28, 29 માર્ચ એમ ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે તેવો નિર્ણય કરાયો છે. જોકે આ તમામ બાબતો વચ્ચે ઠાકોરજીની સેવા પૂજા નિત્યક્રમ મુજબ થશે પરંતુ બંધ બારણે આ તમામ પૂજા વિધી થશે તેવું જીલ્લા સમાહર્તાએ જણાવ્યું છે. આ બેઠકમાં મંદિરના મેનેજર, જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા. ડાકોરના ઠાકોરને ફાગણી પૂનમે મળવા આવતા પદયાત્રીઓને ઘરેથી દર્શન કરવા અથવા તો મંદિર પ્રસાશન દ્વારા ઓનલાઈન દર્શન કરવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવુ સૂચન અપાયું છે.

Advertisement

 

ડાકોરમાં ફાગણી પૂનમે દર વર્ષે વહેલી સવારે મંગળાઆરતી થાય છે. આ બાદ શણગાર વસ્ત્રો તથા શૃંગાર ધરાવવામાં આવે છે. ભોગ ધરાવવામાં આવે જેમાં ધાણી, ચણા, લાડુનો પ્રસાદ હોય છે. આ સમયે ભક્તો ગુલાલ ઉછાળી ભક્તીના રંગમાં રંગાઈ જાય છે. સવારથી ભક્તોનો ભારે ઘસારો હોય છે. જોકે આ વખતે પૂનમના દિવસે મંદિર બંધ રહેશે અને સંપૂર્ણ સાદગી અને બંધ બારણે પૂજન કરવામાં આવશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button