Breakingઅમદાવાદગુજરાત

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દાંડી યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો પ્રારંભ

આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ PM મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 24 દિવસની આ યાત્રામાં સત્યાગ્રહીઓ પગપાળા 390 કિ.મી કાપી નવસારીના દાંડી ખાતે જશે

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આપણે ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ. 45 મિનિટના સંબોધન બાદ પીએમ મોદીએ દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કર્યું હતું.આ પહેલા બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યું હતું.જ્યારે પીએમ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી હતી.ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા આવ્યાઃ રૂપાણી મુખ્યમંત્રી રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશની નજર ગુજરાત પર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલે અહીંથી આઝાદીની લડતની શરૂઆત કરી હતી, એ જ ભૂમિ પર આજે આઝાદીની ઉજવણી થઈ છે. ગુજરાતની ભૂમિના સપૂત પ્રધાનમંત્રી માર્ગદર્શન આપવા આવ્યા છે. દાંડી યાત્રાના 91 વર્ષ પર સમગ્ર દેશ એકજૂટ થઈને લીવ ફોર ધ નેશન બનવા જઈ રહ્યો છે.આ પહેલા મોદી સવારે 10.30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેઓ ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં આવ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ પીએમ મોદીએ માસ્ક ઉતાર્યું હતું. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું. 15 ઓગસ્ટ 2023 સુધી અમૃતમહોત્સવ ચાલશે. આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રથમ દિવસ છે. એક રાષ્ટ્રરૂપે એક પવિત્ર અવસર છે. આજે આપણે ઇતિહાસનો ભાગ બની રહ્યાં છીએ. દેશની આઝાદીના લડવૈયાઓના ચરણોમાં નમન કરૂ છું. 75 વર્ષમાં દેશના વિકાસ કરનાર લોકોને નમન કરૂ છું. ગુલામીના કલ્પના જ કંપાવી જાય છે. દેશની આઝાદીના લડવૈયાઓના ચરણોમાં નમન કરૂ છું

Advertisement

મોદીના સંબોધનની મહત્વની વાતો

  • આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
  •  હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુનઃનિર્માણની એક એક ઈંટ રાખી.
  • હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું.અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વ આપવામાં આવ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે.
  • નમકનો અર્થ છે ઈમાનદારી, વફાદારી. અમે આજે પણ કહીએ છે અમે દેશનું નમક ખાધું છું. નમક શ્રમ અને સમાનતાનું પ્રતીક છે.
  • અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. દિલ્હી ચલો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો.
  • દિલ્હી ચલોનો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે. ઘણી ચળવળોને મળવું જોઈએ એટલું મહત્વ મળ્યું નથી.
  •  આપણે મહાનાયકો અને મહાનાયિકોના જીવનને લોકો સુધી પહોંચાડવાનું છે. લોકતંત્રની મજબૂતી સાથે ભારત આગળ વધી રહ્યું છે.
  •  આર્થિક રૂપથી પણ ભારત આગળ વધ્યું છે.130 કરોડની આકાંક્ષાઓ પર ભારત આગળ વધી રહ્યું છે. દેશ પાસે રસીનું સામર્થ્ય છે. વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંત સાથે ભારતે લોકોની મદદ કરી છે.
  • રાષ્ટ્ર યજ્ઞમાં સંકલ્પ લઈને આપણી ભૂમિકા ભજવીએ. દેશના તમામ નાગરિકો અમૃત મહોત્સવના ભાગ હોવા જોઈએ.તમામ સ્કૂલ પણ 75 વર્ષ, 75 ગ્રૂપ બનાવીને વિવિધ કાર્યક્રમ કરે.
  • આપણે દેશ માટે એક ડગલું આગળ વધીશું તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધશે. મોટા તામ જામ વિના નાનકડા સ્વરૂપે ઉજવણી કરાશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button