BreakingSuratઆણંદગુજરાત

આણંદ ના યુવક સિધ્ધાર્થ રાવની સુરતમાં ધોળા દિવસે ચપ્પુ ના ધા જીકી હત્યાની ઘટના.

આણંદ, તા. ૨૪
આણંદ શહેરમાં બાકરોલ રોડ ઉપર સિદ્ધાર્થકુટીરમાં રહેતા અને દિવંગત ડીવાયએસપી કીરીટ બ્રહ્મભટ્ટના દોહીત્ર સિદ્ધાર્થ રાવની સુરતના સરથાણા વિસ્તારમાં ધોળા દિવસે જાહેર માર્ગ પર ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સુરતના સરથાણા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે હત્યાના બનાવમાં ત્રણ શકમંદોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં બાકરોલ રોડ ઉપર સિદ્ધાર્થકુટીરમાં રહેતો અને નિવૃત્ત દિવંગત ડીવાયએસપી કીરીટ બ્રહ્મભટ્ટના દોહીત્ર સિદ્ધાર્થ રાવ સુરત ખાતે ગયો હતો. જે સરથાણા વિસ્તારમાં તક્ષસીલા નજીક આજે સવારે ૮-૩૦ વાગ્યાના સુમારે કારમાં તેના પર ધોળા દિવસે અવર જવરથી ભરચક માર્ગ પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીંકતા ગંભીરપણે ઘવાયેલો સિદ્ધાર્થ રાવ લોહીલુહાણ થઈ કારની ડ્રાઈવીંગ સીટ પર જ ઢળી પડ્યો હતો. દરમિયાન આસપાસના લોકો દોડી આવતા હુમલો કરનાર અજાણ્યા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. અને સ્થાનિક લોકોએ ગંભીર પણે ઘવાયેલા સિદ્ધાર્થ રાવને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આ બનાવ અંગે આસપાસના લોકોના નિવેદનો નોંધવાની તેમજ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

આ ઘટના અંગે આણંદ જીલ્લામાં જાણ થતા ચકચાર મચી જવા પામી છે. અને કોઈ અજાણી વ્યક્તિએ પૈસાની લેતીદેતીના મામલે હત્યા કરી હોવાની વાત ટોપ ઓફ ધી ટાઉન બની છે. આ ઘટનાને લઈને મૃતક સિદ્ધાર્થ રાવના પત્ની અને તેના પરિવારજનો સુરત દોડી ગયાછે. પોલીસે હત્યાના બનાવમાં ત્રણ શકમંદોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી
છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button