ગુજરાતSuratઆણંદ

સિદ્ધાર્થ રાવ હત્યાકાંડમાં આવ્યો નવો વળાંક જાણો કેમ ગુમાવવો પડ્યો જીવ

આણંદ, તા. ૨૫
ગત રોજ સુરતના સરખાણા ખાતે આણંદના સિદ્ધાર્થ રાવની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે બનાવમાં સુરત પોલીસે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ સુરતના ભરત લાઠીયા અને કાના વચ્ચે કોઈ બાબતે તકરાર ચાલતી હતી. જેમાં સિદ્ધાર્થ દ્વારા બંને વચ્ચે સમાધાન થાય તે માટે બંનેને પોતાના આણંદ ખાતેના નિવાસસ્થાને બોલાવી સમાધાનના પ્રયાસો કર્યા હતા. જેમાં સિદ્ધાર્થ દ્વારા નિર્દોષભાવે બંનેના સમાધાનના અથાર્ગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં ભરતભાઈ લાઠીયા અને કાનો મેરુ વચ્ચે તકરાર થઈ હતી. જેથી ભરતભાઈ લાઠીયા પોતાની કાર મુકીને સુરત પરત જતા રહ્યા હતા. જે ગાડી સિદ્ધાર્થે કાનાને કહ્યું હતું કે તું ભરતભાઈને સુરત ખાતે તેમની કાર આપી દેજે. પરંતુ ભરતભાઈની ગાડી કાના દ્વારા આપવામાં આવી ન હતી. તદઉપરાંત સિદ્ધાર્થની ફોચ્ર્યુનલ ગાડી થોડા દિવસ ગાડીનું ટાયર ફાટતા ભરતભાઈ પાસે હતી. જેથી સિદ્ધાર્થ દ્વારા સુરત ખાતે જઈ ભરત અને કાના મેરુ વચ્ચે સુખદ સમાધાન થાય તેવા પ્રયાસો કર્યા હતા. અને સમાધાન માટે જ સિદ્ધાર્થ સુરત ગયો હતો. જેમાં ભરતભાઈ પાસે રહેલી ફોચ્ર્યુનલ કાર સિદ્ધાર્થને આપી દીધી હતી. જે ફોચ્ર્યુનલ કાર સિદ્ધાર્થે પોતાના મિત્રો સાથે આણંદ મોકલાવી દીધી હતી. અને તે રાત્રે પોતાના મિત્રો સાથે એકલો રહ્યો હતો. બાદમાં સવારમાં કાના મેરુ જાેડે નાસ્તો કરવા માટે તે નીકળ્યો હતો. જેમાં કાના દ્વારા પોતાના ટોળાને અગાઉથી બોલાવીને સિદ્ધાર્થ પર તુટી પડ્યા હતા અને સિદ્ધાર્થને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button