આણંદ મોટી શાક માર્કેટમાં શાકભાજી વેચવાનો આખરે નિર્ણય લેવાયો, દુકાનદારોને માસ્ક અને હેન્ડગ્લોવઝ ફરજીયાત કરાયા

આણંદ, તા. ૩
આણંદ મોટી શાક માર્કેટમાં સવારે શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી છે. અને લોકડાઉનનો ભંગ થતો હોય છે. જેથી વાયરસ ફેલાવવાની વધુ સંભાવના છે. તેને ધ્યાને લઈને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ શા†ી મેદાન અને વૃંદાવન મેદાનમાં લોકડાઉનના સમયગાળા માટે અલગ માર્કેટ ઉભો કરવાનો નિર્ણય લીધો હતો. જેને લઈને પાલિકાએ બંને જગ્યાએ વેપારીઓને બેસવા માટેની જગ્યા તથા માનવ અંતર જળવાઈ રહે તે માટે ખરીદનાર ગ્રાહકો માટે કુંડાળા તૈયાર કરવામાં આવ્યા હતા. જાકે મોટી શાક માર્કેટના વેપારીઓએ આ બાબતે અસમર્થતા દર્શાવી હતી. જેને લઈને આખરે વહીવટી તંત્ર દ્વારા માર્કેટ નહી ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને વેપારીઓને ફરજીયાત માસ્ક અને હેન્ડગ્લોવઝ પહેરીને જ ધંધો કરવાનું જણાવવામાં આવ્યું છે. વહીવટી તંત્રને રજુઆત કરી હતી કે શાક માર્કેટ બંને મેદાનોમાં લઈ જવામાં આવશે તો અમારે સવાર સાંજ શાક લઈ જવાની જંજટ ઉભી થશે અને તે માટે અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બંને જગ્યાએ ખરીદી માટે ભીડ એકત્ર નહી થાય તેવી કોઈ ખાતરી નથી. ત્યારે શાક માર્કેટને નહી ખસેડવા જણાવ્યું હતું. તેને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે.