આણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ


આણંદ, તા. ૩
આણંદ શહેરમાં લોકડાઉન હોવા છતાં સવારે આવશ્યક ચીજવસ્તુ ખરીદવાના સમયની છુટ દરમિયાન કેટલાક લોકો કામ સિવાય ઘરની બહાર ફરવા નીકળી પડતા હોય છે ત્યારે આજે આણંદ ટાઉન પીઆઈ દ્વારા કામ સિવાય ઘરની બહાર નીકળેલા ૨૦ થી વધુ લોકોની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ ટાઉન પીઆઈ આર. આર. ભાંભળા દ્વારા આજે આણંદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે સમયમાં આપેલી છુટનો ગેરઉપયોગ કરી કેટલાક લોકો કામ સિવાય ઘરની બહાર માર્ગો પર ફરવા નીકળી પડ્યા હતા. ત્યારે પોલીસે ૨૦ થી વધુ લોકોની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે ટાઉન પીઆઈ આર. આર. ભાંભળાએ કહ્યું હતું કે કરીયાણું કે શાકભાજી ખરીદવા અથવા હોÂસ્પટલમાં જવા માટે સવારના સુમારે છુટછાટ આપવામાં આવેલી છે પરંતુ કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવી કામ સિવાય ફરવા નીકળી પડતા હોય છે. ત્યારે આવા લોકો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેઓને ઘરમાં જ રહેવા અને આવશ્યક ચીજવસ્તુ ખરીદવાની જરુરીયાત સિવાય ઘરોની બહાર નહી નીકળવા તેમજ કાયદો અને વ્યવસ્થાના પાલનમાં પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.
Anand na samachar janavo