આણંદ

આણંદ અને મોગરીમાં ડ્રોન કેમેરા પેટ્રોલીંગમાં લોકડાઉનનો ભંગ કરતા ૧૯ ઝડપાયા

આણંદ, તા. ૩
આણંદ શહેર સહિત જીલ્લાભરમાં લોકડાઉન હોવા છતાં લોકો લોકડાઉનનો ભંગ કરી જાહેર માર્ગો પર તેમજ સોસાયટી, પોળોમાં લોકો ટોળે વળતા હોય છે ત્યારે પોલીસ દ્વારા લોકડાઉનનો ભંગ કરતા લોકોને ઝડપી પાડવા માટે આણંદ શહેરના લોટીયા ભાગોળ તેમજ નહેરુ બાગ વિસ્તાર અને મોગરી ગામે ડ્રોન કેમેરાથી પેટ્રોલીંગ કરી લોકડાઉનનો ભંગ કરતા ૧૯ શખ્સોને ઝડપી પાડી તેઓની વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આણંદની એસઓજી પોલીસે આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં ડ્રોન કેમેરા પેટ્રોલીંગ દરમિયાન ડ્રોન કેમેરાથી તપાસ કરતા અંબિકા ચોક વિસ્તારમાં ભેગા થયેલા ભરતભાઈ ભોલાભાઈ રબારી, કીરણભાઈ કરશનભાઈ રબારી, વિજયભાઈ ગુણવંતભાઈ વાઘેલા, મહેશભાઈ જશવંતભાઈ ચાવડા, અજીતકુમાર શંકરભાઈ રબારીને ઝડપી પાડ્યા હતા. જ્યારે નહેરુબાગ વિસ્તારમાંથી જીતેનભાઈ મનુભાઈ પટેલ, અશોકભાઈ ખીમજીભાઈ પંચાલ, જીતુભાઈ હેમંતદાસ રમતાણીને ઝડપી પાડી તેમની વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે વલ્લભ વિદ્યાનગર પોલીસે મોગરી ગામે ડ્રોન કેમેરાથી પેટ્રોલીંગ કરી મહોલ્લામાં અને સોસાયટીઓમાં ટોળા વળી ફરતા ડ્રોન કેમેરામાં પીયુષભાઈ જમનભાઈ છોડવડીયા, દિનેશભાઈ મોહનભાઈ પટેલ, નયનભાઈ બીપીનભાઈ પટેલ, જય નયનભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. જ્યારે મોગરી ગામની સત્યમ શિવમ સુન્દરમ સોસાયટીમાં ટોળે વળેલા સંતોષભાઈ રામઅવધ પાસવાન, ભીમસીંગ ભભુતીસિંગ પાસવાન, મહેન્દ્રભાઈ રામનયન પાસવાન, દીપકભાઈ રમેશભાઈ મકવાણા, શૈલેષકુમાર સંતોષકુમાર યાદવ તેમજ વ્હેરાઈમાતાના મંદિર પાસેથી ડ્રોન કેમેરામાં ઝડપાયેલા પંકજભાઈ પરષોત્તમભાઈ પારજીયા, સુરેશભાઈ મુળજીભાઈ બારૈયા, રવિકુમાર શિવનાથકુમાર યાદવ, ચેતનભાઈ ઉદેસિંહ ચૌહાણ તેમજ મોગરી રામેશ્વર સોસાયટીમાં કરીયાણાની દુકાન ખુલ્લી રાખનાર મીતુલભાઈ શિવાભાઈ પટેલ સહિત ૧૯ વ્યÂક્તઓ વિરુદ્ધ પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button