નવી દિલ્હી

એક દિવસમાં પ્રથમ વખત ૧.૧૫ લાખથી વધારે કેસ સપાટીએ કોરોનાએ ખતરનાક રફતાર પકડી: ૬૩૦થી વધુ દર્દીઓના થયેલા મોત

નવી દિલ્હી,તા.૭
કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હવે ખુબ ખતરનાક રફતાર પકડી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૧.૧૫ લાખથી વધારે કેસ સપાટી પર આવ્યા છે. સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૦થી વધારે દર્દીના મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારના દિવસે આ મુજબની માહિતી આપી હતી. કોરોના વાયરસના કારણે હવે થઇ રહેલા મોતના આંકડાના કારણે દહેશત વધી રહી છે. મહામારીની શરૂઆત થયા બાદ હજુ સુધી દૈનિક આવનાર કેસોની સંખ્યા હવે સૌથી વધારે છે. રવિવાર બાદ બીજી વખત કોરોનાના એક દિવસમાં એક લાખ કરતા વધારે કેસ સપાટી પર આવી રહ્યા છે. ભારતમાં ૧૧૫૭૩૬ કેસ સપાટીપર આવ્યા છે. ભારતમાં કુલ કેસની સંખ્યા વધીને ૧૨૮૦૧૭૮૫ સુધી પહોંચી ગઇ છે. સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા ૮૪૩૪૭૩ સુધી પહોંચી ગઇ છે. ભારતમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વેક્સીન આપવાની પ્રક્રિયા વધારે તીવ્ર કરવામાં આવી છે. ભારતમાં હજુ સુધી ૮.૭૦ કરોડથી વધારે લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા ૮૪૩૪૭૩ સુધી પહોંચી ગઇ છે. વિકેન્ડમાં મહારાષ્ટ્રમાં ફુલ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ તોડ નવા કેસ સપાટી પર આવ્યા છે. એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં સૌથી અસરગ્રસ્ત દેશની યાદીમાં પાંચમા સ્થાને છે. મહારાષ્ટ્રમાં હાલત ખરાબ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ભારતમાં કોરોના કેસોની સંખ્યામાં અવિરત વધારો જારી રહેતા લોકડાઉનને લઇને ફરી એકવાર લોકોમાં ચર્ચા છે. મહારાષ્ટ્ર સરકારે તો સંકેત આપ્યો છે કે લોકડાઉનનો વિકલ્પ રહેલો છે. કોવિડ ટેસ્ટ પ્રક્રિયા વધારે તીવ્ર કરવામાં આવી છે. ભારતમાં રિક્વર થયેલા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં હજુ સુધી આઠ કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી ચુકી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સ્કુલો અને કોલેજાે ફરી એકવાર બંધ કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button