નવી દિલ્હી

અમદાવાદ સિવિલમાં ૧૧ બાળકો સારવાર હેઠળ બાળકોમાં કોરોના ગંભીર

બે વર્ષની બાળકી સહિત કુલ ત્રણ બાળકોના મોત થયા છે

 

અમદાવાદ,તા. ૭
અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતી ગંભીર બની રહી છે. બાળકોમાં કોરોના ગંભીર બની રહ્યો છે. અમદાવાદ સિવિલમાં એક સપ્તાહમાં બે વર્ષની બાળકી સહિત ત્રણ બાળકોના મોત થયા છે. સાથે સાથે ૧૧ બાળકો હાલમાં સારવાર હેઠળ છે. જે ૧૧ બાળકો સારવાર હેઠળ છે તે પૈકી બેની હાલત ગંભીર છે. ડોક્ટર ચારુલ મહેતાએ માહિતી આપતા કહ્યુ છે કે ઝાટા ઉલ્ટી, ખાવાનુ ઓછુ લેવુ પણ કોરોનાના લક્ષણ છે. કોરોના હવે નાના બાળકોને ટાર્ગેટ બનાવે છે. હાલમાં સિવિલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. સમગ્ર સ્થિતી ગંભીરથી અતિ ગંભીર બની શકે છે. બાળકોમાં લોહીનુ ભ્રમણ રોકાઇ જવુ અને શ્વાસ લેવામાં તકલીફ સહિતની તકલીફો બાળકોને થઇ રહી છે. અમદાવાદમાં રેકોર્ડ બ્રેક કેસ સપાટીપર આવી રહ્યા છે ત્યારે કોરોનાથી બચવા માટે લોકો સારવાર માટે દોડી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતાએ કહ્યુ છે કે ચાંદલોડિયા વિસ્તારના આઠ વર્ષીય બાળકનુ મોત થયુ છે. આવી જ રીતે મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી સાત વર્ષીય બાળકીનુ મોત છયુ છે. અમરાઇવાડી વિસ્તારની બે વર્ષીય બાળકીનુ મોત થયુ છે.
બાળકોમાં લક્ષણ ન દેખાતા તેઓ સુપરસ્પ્રેડર બની શકે છે. સુરતમાં પણ ૧૦ વર્ષીય બાળકનુ મોત થયુ છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ચાર દિવસ માટે કરફ્યુ લાગુ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાતમાં સતત બીજા દિવસે ૨૪ કલાકમાં ૩૦૦૦થી વધુ કેસો સપાટી પર આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૮૦ નવા કેસ સપાટી પર આવ્યા છે. ગુજરાતમાં સાજા થવાનો દર હવે ઘટીને ૯૩.૨૪ ટકા સુધી પહોંચી ગયો છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button