નવી દિલ્હી

કોરોનાકાળથી તબીબો અને વૈજ્ઞાનિકોની ઉલ્લેખનીય સફળતા તબીબી ક્ષેત્રે મોટી સફળતા મળી

કોરોના સહિત જુદા જુદા જીવલેણ રોગની સારવાર ઝડપથી શક્ય બની શકે તે પ્રમાણમાં પુરતા ટેસ્ટ સાધનો, દવા તૈયાર કરવાની જરૂર છે

 

 

Advertisement

આરોગ્યના ક્ષેત્રમાં કોરોના કાળમાં ભારતીય તબીબો એ વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વમાં પોતાની કુશળતાના કારણે ધ્યાન ખેંચ્યુ છે. કોરોનાની શરૂઆત થઇ ત્યારે કેટલાક ક્ષેત્રોમાં બિલકુલ માહિતી ન ધરાવનાર ભારતે આજે માસ્ક, સેનિટાઇઝર અને દવાના ક્ષેત્રમાં તેમજ વેક્સીન મામલે ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. ભારતીય વેક્સીન દુનિયાના દેશોમાં પણ કામ લાગી રહી છે. જાે કે વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે. કોરોના વાયરસના કારણે એક બાબત તો ઉભરીને આવી ચુકી છે કે ભારતમાં મર્યાદિત તબીબો સાધનો રહેલા છે. આ સાધનોને વધુ પ્રમાણમાં અતિ ઝડપથી વિકસિત કરવાની જરૂર દેખાઇ રહી છે. કોરોના બાદ હવે દુનિયાના દેશો આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા લાગી ગયા છે. અમેરિકા સહિતના દેશો આના પર વધારે ધ્યાન આપી રહ્યા ન હતા. પરંતુ હવે સ્થિતી બદલાઇ ગઇ છે. કોરોના જેવી જીવલેણ બિમારી અને અન્ય તકલીફોની સારવાર ઝડપથી શક્ય બને તેવી સ્થિતી રહેલી છે. આરોગ્યને પ્રાથમિકતા આપી દેવાની જરૂર છે. જુદી જુદી જીવલેણ બિમારીને રોકવા માટે પગલા જરૂરી છે. કોરોના વાયરસના કારણે અનેક નવી બાબતો સપાટી પર આવી રહી છે. જેનાથી શીખીને આગળ વધવાની જરૂર છે. વધુ પ્રમાણમાં ટેસ્ટ વ્યવસ્થા માટે લેબ, હોસ્પિટલો અને અન્ય સુવિધા વિકસિત કરવાની જરૂરછે. તબીબોને યોગ્ય ટ્રેનિંગની પણ જરૂર છે. વધુ પ્રમાણમાં તબીબોની જરૂરીયાત દેખાઇ રહી છે. આરોગ્ય ક્ષેત્રને મોદી સરકાર આવ્યા બાદ વધુ ધ્યાન આપીને નાણાં આપી રહી છે પરંતુ જે રીતે કોરાના કારણે સ્થિતી ઉભી થઇ છે તે જાેતા સર્વોચ્ચ ધ્યાન હવે આરોગ્ય પર આપવામાં આવે તે જરૂરી છે. આવનાર સમયમાં પણ તબીબી ચીજવસ્તુઓને વધુ સસ્તી બનાવવામાં આવે તે દિશામાં પહેલ થઈ રહી છે. સસ્તા વિકલ્પો કયા છે તે ઉપર સતત વિચારણા ચાલી રહી છે. મેડિકલના સાધનો અને દવાઓને લઈને ઘણા સમયથી ચર્ચા છે કે આ તમામને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોષાય તે સ્તરે લાવવામાં આવે અને આ દિશામાં ઘણી પહેલ પણ થઈ ચુકી છે. હવે સરકાર તબીબી સાધનની કિંમતોને મર્યાદિત કરે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. આ તમામ બાબતોની નોંધ લઈને હવે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝીંગ ઓથોરિટીએ જ્હોનસન એન્ડ જ્હોન્સન, જીમમેર અને સ્ટ્રેકર જેવી મહાકાય કંપનીઓને કેટલીક સ્પષ્ટ સૂચનાઓ આપી દીધી છે. આ સૂચનાઓને પાળવાની દિશામાં કંપનીઓ આગળ પણ આવી રહી છે. સામાન્ય લોકોને પોષાય તે કિંમતે તબીબી સુવિધા મળે તે દિશામાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. વર્તમાન સમયમાં આ પ્રકારના તબીબી સાધનો પર કોઈ પણ કિમત મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આનો મતલબ એ થયો કે જુદી જુદી હોસ્પિટલો દ્વારા જુદા જુદા ચાર્જ લેવામાં આવે છે. પરિસ્થિતિ મુજબ લાભ ઉઠાવવામાં આવે છે. પરંતુ હવે એમપીપીએ દ્વારા કમર કસી લેવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે કંપનીઓને છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં તેમના દ્વારા અમલી કરવામાં આવેલી કમતોમાં વધારાની તમામ માહિતી આપવામાં આવે. સરકારે પણ કાર્ડિયાક સ્ટેન અને ઇમ્પ્લાન્ટ જેવા તબીબી સાધનો માટે ભાવ મર્યાદા નક્કી કરવાની દિશામાં પહેલ કરી છે. કારણ કે આ પ્રકારની ચીજવસ્તુઓ ખૂબ મોંઘી પડે છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button