નવી દિલ્હી

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ નથી કરતા વોટસએપનો ઉપયોગ, લીકમાં થયો ખુલાસો

નવી દીલ્હી,તા.૭
ભલે સમગ્ર વિશ્વમાં મોટેભાગના મોબાઇલ વપરાશકર્તાઓ ચેટિંગ માટે વોટસએપનો ઉપયોગ કરે છે. પરંતુ ખુદ વોટસએપ માલિકો આ એપ્લિકેશનનો ઉપયોગ ચેટિંગ માટે કરતા ટ્ઠનથી. તાજેતરમાં જ બહાર આવ્યું છે કે ફેસબુકના સ્થાપક અને માર્ક ઝુકરબર્ગ તેમની ચેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી.
તાજેતરમાં જ ફષસબુકના ૫૩.૩ મિલિયન યુઝર્સના ડેટા લીક થયાનો મામલા સામે આવ્યો છે. યુઝર્સ જ નહીં, પરંતુ કંપનીના સીઈઓ માર્ક જુકરબર્ગ ના ડેટા લીક થવાના સમાચારથી સનસનાટી મચી ગઈ છે. મીડિયા રિપોટર્સ અનુસાર ડેટા લીકથી બહાર આવ્યું છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સિંગલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
ખરેખર, ઝકુરબર્ગનો ફોન નંબર ૫૩.૩ મિલિયન ફેસબુક વપરાશકર્તાઓના લીક થયેલા ડેટામાંથી છે. એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર ઝકરબર્ગનો ફોન નંબર અને ફેસબુક યુઝર આઈડી ઉપરાંત તેનું નામ, લોકેશન, લ સંબંધી માહિતી અને જન્મ તારીખ લીક થઈ ગઈ છે.
ખરેખર એક સુરક્ષા સંશોધનકારે જાહેર કયુ કે ઝકરબર્ગ તેના લીક થયેલા ફોન નંબર પરથી સિલનો ઉપયોગ કરે છે. માર્ક ઝુકરબર્ગ તેની પોતાની ગોપનીયતાની કાળજી લેવા માટે સિલનો ઉપયોગ કરી રહ્યો છે, જે એન્ડ–ટુ–એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરે છે.
સિકયુરિટી એકસપર્ટ ડેવ વોકરે ટિટર પર ઝકરબર્ગના લીક થયેલા ફોન નંબરનો સ્ક્રીનશોટ પોસ્ટ કયેર્ા હતો જેમાં લખ્યું હતું કે, માર્ક ઝુકરબર્ગ સિલ પર છે.
ડેવ વોકરે કહ્યું છે કે, ફેસબુક પાસે એન્ડ–ટુ–એન્ડ એન્ક્રિપ્શન નથી, તેથી માર્ક ઝુકરબર્ગ સિલનો ઉપયોગ કરીને પોતાની ગોપનીયતાની સંભાળ લઈ રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button