નવી દિલ્હી

ભારતમાં રશિયાની સ્પુતનીક રસીનું ઉત્પાદન કરાશે

નવી દીલ્હી,તા.૭
મેડિકલ મેગેઝીન લેંસેટ અનુસાર સ્પૂતનિક ૫ની રસી ૯૧.૬ ટકા કારગર છેઃ આ રસીના પ્રત્યેક ડોઝની કિંમત ૧૦ ડોલરથી (આશરે ૭૨૦ રૂપિયા) પણ ઓછી છે.
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રશિયાના આરડીઆઈએફ અને ફાર્મા કંપની પેનેસિયા બાયોટેક સ્પૂતનિક-૫ની કોવિડ ૧૯ રસીના ભારતમાં ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવા સહમત થયા છે.
ન્યૂઝ એજન્સી મુજબ પેનેસિયા બાયોટિકના પ્લાન્ટમાં સ્પૂતનિક ૫નું ઉત્પાદન કરવાથી રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડને આંતરરાષ્ટ્રીય ભાગીદારી કરવામાં મદદ મળશે.
આરડીઆઈએફના સીઈઓ કિરીલ દમિત્રિવએ કહ્યું, પેનેસિયા બાયોટેક સાથે સહયોગ ભારતમાં રસીના ઉત્પાદન આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પુરવઠો પૂરો પાડવાના હેતુથી મહત્વપૂર્ણ પગલું છે. પેનેસિયા બાયોટેકના મેનેજિંગ ડિરેકટર રાજેશ જૈને કહ્યું, કંપ્ની સ્પૂતિનક ૫નું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્લાન્ટમાં કરશે.
જાણીતા મેડિકલ મેગેઝીન લેંસેટ અનુસાર સ્પૂતનિક ૫ની રસી ૯૧.૬ ટકા કારગર છે. તેને વૈશ્વિક સ્તર પર ૫૯ દેશોમાં માન્યતા મળી છે. આ રસીના પ્રત્યેક ડોઝની કિંમત ૧૦ ડોલરથી (આશરે ૭૨૦ રૂપિયા) પણ ઓછી છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button