નવી દિલ્હી

કોરોનાના વધતા કેસના પગલે ઓક્સિજનનો દૈનિક રેકોર્ડ બ્રેક ૩૩૦ મેટ્રિક ટનનો વપરાશ

રાજ્યમાં દૈનિક ૧ હજાર મેટ્રિક ટન નું ઓક્સિજનનું ઉત્પાદન, ૬૦ટકા. જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામતઃ ડો.કોશિયા

 

 

Advertisement

 

દિવાળી બાદ ઘટીને દૈનિક ૫૦ મેટ્રિકટન ઓક્સિજન નો વપરાશ પહોંચેલો ,જે ગઈકાલે ૩૩૦ મેટ્રિક ટને વિક્રમી સપાટીએ વપરાશ પહોંચતા કોરોના ની ગંભીરતા બહાર આવી રહી છે. રાજ્યમાં ગઈકાલે કોરોના નો વિસ્ફોટ થયો છે છેલ્લા ૨૪કલાક દરમિયાન ૩૨૮૦ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે, તો રાજ્યમાં ૧૭ જેટલા દર્દીઓના મોત પણ થયા હોવાની વિગતો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ,બીજી બાજુ કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ઓક્સિજનનો દૈનિક વપરાશ રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી કોશીયાએ જણાવ્યું છે કે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય છે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે વધતા જતા કોરોના ના કેસ ને લઈને આ વપરાશમાં પણ વધારો થયો છે.
કોરોનાના કેસ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી સતત વધી રહ્યા છે કોરોના દૈનિક નવા વિક્રમ બનાવી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી કોરોના ના કેસ માં સતત વધારાના પરિણામે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય કે ગંભીર સમસ્યા હોય તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
દિવાળી બાદ કોરોના ના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો પરિણામે ઓક્સિજનનો વપરાશ પ્રતિદિવસ ૫૦ મે.ટને પહોંચ્યો હતો પરંતુ દિવાળી પછી કેસ વધતા આ ઓક્સિજનનો દૈનિક વપરાશ ૨૪૧ થી ૨૫૦ મે.ટન સુધી ગયો હતો જે ગઈકાલે ૩૩૦ મેટ્રિક ટને પહોંચતા ઓક્સિજનનો વપરાશ પણ વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.હેમંત કોશિયા ના જણાવ્યા અનુસાર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવાથી ઓક્સિજનની હાલ કોઈ અછત સર્જાય તેવી કોઇ સંભાવના નથી આમ છતાં આગોતરી સાવચેતીઓ ના ભાગરૂપે સરકારે ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં ૬૦ ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો પરિપત્ર કરી દીધો છે.
જેનો રાજ્યમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દૈનિક ધોરણે એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યારે તેમાંથી ૬૦ ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા ભવિષ્યમાં ઓક્સિજનની કોઈ અછત થશે નહીં તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button