નવી દિલ્હી

અમેરિકન પોપ સિંગર રિહાના ફરી એક વખત ચર્ચામાં

 

મુંબઇ,તા. ૭
અમેરિકન પોપ સિંગર રિહાના ફરી એક વખત ચર્ચામાં આવી છે. હવે તે અમેરિકામાં ચાલી રહેલા અમેરિકન-એશિયન સાંપ્રદાયિક આંદોલનમાં પોતાનું સમર્થન દેખાડતી નજરે ચડી છે.
હાલમાં જ રિહાનાની થોડી તસવીરો જાેવા મળી રહી છે. જેમાં પોપસ્ટાર ન્યૂયોર્ક શહેરમાં એશિયન સમુદાયના પ્રતિ નફરત દેખાડનારા વિરોધ કરી રહી છે. તસવીરમાં રિહાના પોતાના હાથમાં લીલા અને ગુલાબી રંગના પ્લે કાર્ડ પકડીને જાેવા મળી રહી છે. જેના પર મોટા-મોટા અક્ષરોમાં લખ્યું છે કે, એશિયાઇ મૂળના વિરુદ્ધ નફરત ફેલાવાનું બંધ કરો.
તો વળી ગ્રીન રંગના એક પ્લે કાર્ડમાં લખ્યું છે કે, હેટ રેસિઝમ અગેઇન્સ્ટ ગોડ. ચહેરા પર માસ્ક પહેર્યું હોવાથી રિહાનાની ઓળખ મુશ્કેલથી થઇ રહી છે.
તેની સાથે તેની સહાયક ટીના ટ્રોન્ગ પણ જાેવા મળે છે.
આ આંદોલનમાં ૧૦,૦૦૦થી પણ વધુ એશિયાઈ-અમેરિકન સ્ટોપ-એશિયન-હેટ રેલી માટે ન્યુયોર્કમાં એકત્રિત થયા હતા.
ઉલ્લેખનીય છ ે કે રિહાના આ પહેલા કિસાન આંદોલનના સમર્થનમાં ટિ્‌વટ કર્યાથી ચર્ચામાં હતી. તેણે થોડા સમય પહેલા જ પોતાનું લંડન સ્થિત ઘર અધધધ કિંમતમાં વેચી નાખ્યું છે. જેની કિંત ૨૭. ૫ મિલિયન પાઉન્ડસ હતી.
૦-૦૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button