આણંદ

આણંદ શહેરના બે સ્મશાનમાં છ દિવસમાં શંકાસ્પદ કોરોનામાં મૃત્યુ પામેલ ૪૩ વ્યક્તિઓની અંતિમવિધિ કરાઈ

આણંદ જીલ્લાની ૨૦ કોવીડ હોસ્પિટલોમાં ૭૦ ટકા બેડ ભરેલા

 

આણંદ, તા. ૭
આણંદ શહેર સહિત જીલ્લામાં કોરોના સંક્રમણની ગતિ વધુ તેજ બની છે. કોરોનાની બીજી લહેર જીલ્લામાં ઘાતક સ્વરુપ ધારણ કર્યું છે. જાેકે હાલ તો ગ્રામ્ય વિસ્તારોમાં શંકાસ્પદ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં થાય છે. જેના કારણે સાચો આંકડો બહાર આવતો નથી. જાેકે આણંદ શહેર અને વિદ્યાનગરમાં આવેલા બે સ્મશાનમાં એપ્રિલના છ દિવસમાં જ શંકાસ્પદ કોરોનામાં મૃત્યુ પામેલા ૪૩ વ્યક્તિઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેજ બતાવે છે કે કોરોના કેટલો ઘાતક
છે.
આણંદ જીલ્લાની મોટાભાગની હોસ્પિટલોમાં શંકાસ્પદ દર્દીઓથી બેડ ભરેલા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી અને ખાનગી કોવીડ હોસ્પિટલમાં ૧૪૧૮ બેડ છે. તેમાંથી ૭૦ ટકા બેડ ભરાયેલા છે. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ વિપરીત છે. ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ જેવા શહેરોમાં કેટલાક લોકો તો અન્ય ખાનગી લોકો હોસ્પિટલમાં સારવાર લે છે. આણંદ શહેરની હોસ્પિટલોમાં ૮૦૦ થી વધુ દર્દીઓ ફ્રી સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પૈસા ભરીને સારવાર લઈ રહ્યા છે. આમ જાેઈએ તો આણંદ જીલ્લામાં અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારોમાં શંકાસ્પદ કોરોના સંક્રમણ વધતા ૧૫ થી વધુ ગામોને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે. તો વળી ગ્રામ્ય વિસ્તારના સ્મશાનોમાં પણ શંકાસ્પદ કોરોનામાં મરી ગયા હોય તેવા પાંચથી વધુ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરાયા છે. પરંતુ તેઓ બીમાર પડ્યા બાદ ટુંકા ગાળામાં જ મૃત્યુ પામ્યા હોય અને તેઓને આરટીપીસીઆર ટેસ્ટ બાકી હોવાથી તેઓને શંકાસ્પદ કોરોનામાં મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. આમ આણંદ જીલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં લોહી ટેસ્ટ અને એચઆરપીસી ટેસ્ટનો રીપોર્ટ માન્ય રાખવામાં આવતો નથી જેના કારણે સાચા આંકડા બહાર આવતા નથી. સિવિલ હોસ્પિટલમાં જ ૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે કરમસદ હોસ્પિટલમાં ૩૨૫ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે જાેતા કોરોના દિન પ્રતિ દિન વકરી રહ્યો છે ત્યારે જાે તમે જાતે જ સાવચેત નહી તો આગામી દિવસોમાં મહાવિસ્ફોટ થવાની આગાહી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button