આણંદ

કરસમદ શ્રીકૃષ્ણ હોસ્પિટલની બહાર ૪૦ થી વધુ કાચા પાકા દબાણો દુર કરાયા

 

આણંદ, તા. ૭
કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કોવીડ સેન્ટર ચાલી રહ્યું છે. જ્યારે હોસ્પિટલની બહાર કાચા પાકા બાંધકામોમાં ૪૦ થી વધુ દુકાનો આવેલી છે પરંતુ ત્યાં મોડી રાત સુધી લોકોની ભીડ એકત્રિત થતી હોવાથી સંક્રમિત થવાની સંભાવના હતી. જે અંગે કરમસદ હોસ્પિટલ દ્વારા નગરપાલિકામાં રજુઆત કરાઈ હતી. તેઓની રજુઆતને ધ્યાને લઈ કરમસદ નગરપાલિકા દ્વારા આજે સવારે હોસ્પિટલની બહાર આવેલા ૪૦ થી વધુ દબાણો જેસીબી મશીનથી દુર કરી દેવામાં આવ્યા છે અને દબાણકર્તાઓને પુનઃ દબાણ ન કરવા જણાવવામાં આવ્યું છે.
કરમસદ હોસ્પિટલની બહાર કાચા પાકા દબાણો છેલ્લા એક દાયકાથી વધી ગયા હતા. હાલ કોરોનાની મહામારી વચ્ચે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કોવીડ સેન્ટર ચાલી રહ્યું છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ જીલ્લા અને જીલ્લા બહારથી આવી રહ્યા છે ત્યારે સંક્રમણ ન ફેલાય તે હેતુથી હોસ્પિટલના સંચાલકો દ્વારા કરમસદ નગરપાલિકામાં રજુઆત કરી હતી કે હોસ્પિટલની બહાર ગેરકાયદે દબાણ કરીને ચાલતા ખાણીપીણીના ધંધાઓને કારણે લોકોની ભીડ એકત્ર થાય છે. જેથી કોરોના ફેલાવાની સંભાવના છે. કરમસદ પાલિકાએ તેઓની રજુઆતને ધ્યાને લઈ જેસીબી મશીન, ટ્રેકટર સાથે કરમસદ નગરપાલિકાની ટીમ પહોંચી ગઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલની બહાર સામેની સાઈડે ગેરકાયદે બાંધવામાં આવેલ હોટેલો, ખાણીપીણીની લારીઓ સહિત ૪૦ જેટલા કાચા પાકા દબાણો દુર કરી દેવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button