આણંદ

ઠાસરા તાલુકાના ભદ્રસા ગામમાં ગેરકાયદેસર દબાણ દુર કરવા જાગૃત નાગરિકની માંગ

 

આણંદ, તા. ૭
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ભદ્રાસા ગામ માં ગોચર જમીનમાં સર્વે નંબર ૭૫૪ તથા ગામતળમાં ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યા છે અરજદારના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત ગોચર જમીન સરકાર હસ્તકની છે.
સરકાર શ્રી દ્વારા બિન ખેડૂતોને ખેતી માટે માપણી કરી જમીન ફાળવવામાં આવી છે સરદાર જમીનના ખેડૂતો પોતાને સરકાર દ્વારા આપેલી જમીન ઉપરાંત વધારાનું દબાણ કરીને અવર જવર નો રસ્તો બંધ કરી દીધેલ છે.
જેને લીધે ગામના ગામના પશુઓને ચરવા માટે જમીન રહી નથી. જે ખેડૂતો દબાણ કરેલ છે જેને કારણે સ્મશાને જવામાં તથા મહિસાગર નદીના પટ સુધી જવામાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જાગૃત નાગરિક યોગેન્દ્ર કુમાર જીતેન્દ્રભાઈ રોહિત દ્વારા ભદ્રા ગ્રામ પંચાયતમાં અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં સરપંચ અને તલાટી દ્વારા કોઇ યોગ્ય ર્નિણય ન લેવાતા અવરજવર બાબતે ગામમાં ઘણીવાર નાના મોટા ઝઘડા થયા કરે છે આ ઝઘડા કોઈ દિવસ ઉગ્ર સ્વરૂપ લે તે પહેલા યોગ્ય નિકાલ કરી ન્યાયની માંગ સાથેની અરજી ભદ્રાસા ગ્રામ પંચાયતમાં કરવામાં આવી છે તથા પશુઓ પણ ખુલ્લી જમીનમાં ઘાસચારો ખાઈ શકાય.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button