Uncategorized

આણંદ શહેરમાં આજથી રાત્રી કરફ્યુનો સખ્ત અમલ કરાશે

 

આણંદ, તા. ૭
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતા અને હાઈકોર્ટ દ્વારા ટકોર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ૨૦ શહેરોમાં રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત આણંદ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી કરફ્યુનો સખ્ત અમલ કરવામાં આવનાર છે. આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર તેમજ મહત્વના સ્થળો પર પોલીસ તૈનાત કરવામાં આવશે અને જાે કોઈ કરફ્યુનો ભંગ કરી ફરતો જણાશે તો તેની વિરુદ્ધ કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી કરફ્યુનો અમલ કરાવવામાં આવશે. જેને લઈને રાત્રીના સાડા સાત વાગ્યાથી વેપારીઓને બજારમાં દુકાનો બંધ કરી ૮ વાગ્યા પહેલા ઘરે પહોંચી જવું પડશે. અને ૮ વાગ્યા બાદ જે કોઈ ઘરની બહાર માર્ગો પર ફરતો જણાશે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે. રાત્રીના કરફ્યુ દરમિયાન લોકો ઘરની બહાર નીકળે નહી તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવનાર છે. અને આ ડ્રોન કેમેરામાં જે કોઈ ઘરની બહાર કે માર્ગો પર ફરતા જણાશે તેની વિરુદ્ધ કરફ્યુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે રાત્રી બજારમાં ખાણી પીણીની લારીઓવાળા આજથી પોતાના ધંધા બંધ રાખશે. કેમ કે મોટાભાગે ખાવા પીવાના શોખીનો રાત્રીના ૮ વાગ્યા બાદ જ બજારમાં ખાવા પીવા માટે નીકળતા હોય છે અને ૮ વાગ્યા બાદ કરફ્યુ હોય મોટાભાગના ખાણી પીણીના લારીવાળાએ આજથી પોતાના વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
પોલીસ તંત્ર દ્વારા રાત્રી કરફ્યુનો કડક અમલ કરવામાં આવશે. આ માટે પોલીસની જુદી જુદી ટીમો તૈનાત કરવામાં આવી છે. જે રાત્રીના ૮ વાગ્યા બાદ શહેરના જાહેર માર્ગો પર પેટ્રોલીંગ કરશે તેમજ શહેરના પ્રવેશવાના માર્ગો પર બંદોબસ્ત જાળવશે. રાત્રીના સુમારે બહારથી આવનારી કોઈપણ વ્યક્તિને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.

Advertisement

આણંદ જીલ્લાના ૧૫ થી વધુ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન,
બોદાલ-પામોલમાં લોકડાઉનનો ચુસ્ત અમલ

કરમસદ શહેરમાં બસ સ્ટેશન વિસ્તાર, સ્ટેચ્યુ પાસે તેમજ મેઇન રોડ પર ખાણીપીણીનું બજાર મોડી રાત સુધી ચાલતુ હોય છે. જેના કારણે ખાણીપીણી લારીઓ પર ભારે ભીડ રહે છે.જેથી સોશિયલ ડિસ્ટનસિંગ ધજાગરા ઉડે છે. હાલમાં શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે તેને અટકાવવા માટે કરમસદ નગરપાલિકા દ્વારા આગામી ૫ દિવસ સુધી ખાણીપીણી લારીઓ બંધ રાખવા માટે લારીઓવાળાને સુચના આપી દેવામાં આવી છે. સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ નિલેશ પટેલે નગરજનોને દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઇ રહે તે રીતે વેપારધંધા કરવા જણાવ્યું છે.તેમજ માસ્ક પહેરીને બજાર નીકળવવા માટે જણાવ્યું છે. આમ વિદ્યાનગર બાદ કરમસદ નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button