આણંદ, રઘાપુરા અને કાસોર તાબે વિજયપુરાની જુદી જુદી ત્રણ યુવતીઓ ગુમ

આણંદ, તા. ૭
આણંદ શહેરમાં લોટીયા ભાગોળ નાના અડધની ધર્મશાળા પાછળ રહેતી યુવતી તેમજ ઉમરેઠના રઘાપુરાની અને કાસોરના વિજયપુરાની જુદી જુદી ત્રણ યુવતીઓ ગુમ થઈ ગઈ હોવાના બનાવો આણંદ ટાઉન ખંભોળજ અને ભાલેજ પોલીસ મથકે નોંધાયા છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં લોટીયા ભાગોળ નાના અડધની ધર્મશાળા પાછળ ડબગરવાડમાં રહેતા એક્તાબેન તેજપાલભાઈ ડબગર ઉ.વ. ૧૮ ગત તા. ૫-૪-૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થઈ જતા તેણીની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આ બનાવ અંગે બ્રીજેશભાઈ રમેશભાઈ ડબગરે આણંદટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવાજાેગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં ઉમરેઠ તાલુકાના રઘાપુરા ગામના હીરલબેન વીનુભાઈ ગોહેલ ગત તા. ૫-૪-૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ જાણ કર્યા સિવાય ક્યાંક ચાલ્યા જઈ ગુમ થઈ જતા તેઓની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આ બનાવ અંગે વિનુભાઈ પ્રતાપભાઈ ગોહેલે ખંભોળજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવાજાેગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે ત્રીજા બનાવમાં આણંદ તાલુકાના કાસોર ગામના વિજયપુરામાં સતકૈવલ મંદિર પાછળ રહેતા ભાવનાબેન બળવંતભાઈ ગોહેલ ઉ.વ. ૧૮ ગત તા. ૪-૪-૨૦૨૧ ની રાત્રે ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થઈ જતા તેઓની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આ બનાવ અંગે રંગાબેન બળવંતસિંહ ગોહેલે ભાલેજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવાજાેગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.