Uncategorized

ભુમેલ પાસેથી ૧.૬૦ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

 

આણંદ, તા. ૭
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના ભુમેલ ગામે બળીયાદેવ મંદિર પાસેથી એલસીબી પોલીસે મળેલી બાતમીના બાતમીના આધારે ૧.૬૦ લાખનો વિદેશી દારુ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ચકલાસી પોલીસે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર નડિયાદની એલસીબી પીઆઈ એમ. ડી. પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ભુમેલ બળીયાદેવ મંદિર પાસે એક કારમાંથી વિદેશી દારુનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે છાપો મારતા વિશાલસિંગ શત્રુસાલસિંગ જાડાવત (ચારણ) રહે. ઉદેપુર, હીરલ મગરી તા.જી. ઉદેપુર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે શખ્સો ભાગી છુટાાયા હતા. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારુની ૫૬૪ બોટલો કિં.રુા. ૧,૬૦,૮૦૦ રુપિયા રોકડા, ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર સાથે ૬,૬૭,૬૦૦ નો મુદામાલ કબ્જે કરી આ અંગે કાર ચાલક વિશાલસિંગની પુછપરછ કરતા આ દારુનો જથ્થો આબુ રોડના ઈશ્વરસિંગે ભરી આપ્યો હતો અને સામરખાના રાજદીપ ઉર્ફે મોન્ટુ પરમારે દારુનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. તેમજ કારમાં પંચર પડતા તેમજ કાર આગળના ભાગે અથડાવી હોવાથી તેઓ અહીયા ઉભા હોવાનું જણાયું હતું. જેથી આ બનાવ અંગે એલસીબી પોલીસે ચકલાસી પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button