આણંદ

ભાલેજની પરીણિતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકી

 

આણંદ, તા. ૭
ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે રહેતી પરીણિતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ આણંદ મહિલા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર બોરસદ શહેરમાં રાજા મહોલ્લા લાઈબ્રેરી સામે રહેતી જેનમબીબીના લગ્ન આજથી બે વર્ષ પુર્વે ભાલેજ ગામના રજ્જાકહુસેન નબીમીયા મલેક સાથે સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા. લગ્નના બીજા દિવસથી સાસુ અને નણંદોએ ભેગા થઈ મહેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરુ કર્યું હતું અને પતિ રજ્જાકહુસેન અવાર નવાર મારઝુડ કરતો હતો. તેમજ પતિ સહિત સાસરીયાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઘરમાંથી કાઢી મુકતા આ બનાવ અંગે જેનબબીબીએ આણંદ મહિલા પોલીસ મથકે રજ્જાકહુસેન નબીમીયા મલેક, સાબેરાબીબી નબીમીયા મલેક, આશીફમીયા નબીમીયા મલેક, શહેરબાનુ નબીમીયા મલેક, કૌશરબાનુ હસનખાન પઠાણ અને હસનખાન અહેમદખાન પઠાણ તમામ રહે. ફૈજુટોલા નવી મસ્જીદ સામે ભાલેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૪૯૮(ક), ૫૯૮, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button