BreakingCoronaઅમદાવાદગુજરાત

આવતીકાલથી ઝાયડ્સ હોસ્પિટલમાં નહીં મળે કોરોનાથી રાહત આપનાર રેમડેસિવિર ઇન્જેક્શન

ઝાયડ્સ હોસ્પિટલે પબ્લિક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે, હવે ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. ત્યારે સરકાર કહી રહી છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની ઉપલબ્ધિ સરળ થઇ રહી છે. આજે વધુ 24,687 ઇન્જેક્શન્સ ગુજરાતમાં ટ્રેડ સપ્લાયમાં અને રાજ્ય સરકારના ઉપયોગ માટે ઉપલબ્ધ થયા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ વધુમાં વધુ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલની જાહેરાત
કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક અને જોખમી સાબિત થઈ રહી છે. જેને પગલે દેશમાં દરરોજ 1 લાખ કેસો સામે આવવા લાગ્યા છે. જ્યારે ગુજરાતમાં દૈનિક કેસોનો આંક ત્રણ હજારની નજીક છે. ગત વર્ષ કરતાં આ વર્ષે દાખલ દર્દીઓની હાલત પણ વધુ ગંભીર છે. હાલ 75 ટકા જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, જેથી હોસ્પિટલાઈઝેશનનો 5 દિવસ જેટલો સમય ઘટાડતા રેમડેસિવીર ઈન્જેક્શનની ખૂબ માગ છે. તેમાં ઝાયડ્સ હોસ્પિટલે રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત કરતા પડ્યા પર પાટું વાગ્યા જેવો ઘાટ સર્જાયો છે

રેમડેસિવીર ઇન્જેક્શન્સનો વપરાશ ખૂબ જ વધ્યો છે. અત્યારે એપ્રિલ મહિનાના આ નવ દિવસોમાં જ 1,70,738 રેમડેસિવિર ઇન્જેક્શન્સ ઉપલબ્ધ કરાયા છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી રેમડેસિવિરનો ખૂબ મોટો જથ્થો ગુજરાતને મળી રહ્યો છે. રાજ્ય સરકારે 3 લાખ ઇન્જેક્શન્સ ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે, અને વરિષ્ઠ અધિકારીઓના પ્રયાસોથી નિયમિત રીતે રેમડેસિવીર ઇન્જેક્શન્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે.

Advertisement

નવ દિવસમાં દોઢ લાખથી વધુ ઇન્જેક્શન આવ્યાં
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન 3થી 4 લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતને માત્ર નવ દિવસમાં 1,70,738 ઈન્જેકશન્સ મળ્યા છે. ગુજરાતમાં ઇન્જેક્શન્સની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું આયોજન કરાયું છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ હળવી થઇ રહી છે.

રેમડેસિવિરથી દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય ઘટાડી શકાય
​​​​​​​​​​​​​​ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.

Advertisement

રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button