નવી દિલ્હી

આયુષ મંત્રાલય દ્વારા સુચવાયેલા પગલાથી કોરોનાને રોકાશે… હર્બલ ટીમાં આ ચીજાે ઉમેરી દો

કોરોનાની નવી ઘાતક લહેર વચ્ચે લોકો રોગ પ્રતિકારક ક્ષમતા વધારી દેવા માટેની તમામ દવાનો ઉપયોગ કરી રહ્યા છે

કોરોના વાયરસની બીજી લહેર વધારે ઘાતક બની રહી છે. કેસોમાં અવિરત વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં લોકો હવે ઇમ્યુનિટી પાવર વધારી દેવા માટે ભાગી રહ્યા છે. કોઇ પણ રીતે રોગ પ્રતિકારક ક્ષમતા વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરવા માટે આયુષ મંત્રાલયની સાઇટ પર જઇને માહિતી મેળવી લેવા માટે કહેવામાં આવ્યા બાદ આયુષ મંત્રાલય પર માહિતી મેળવી લેવા માટે જાેરદાર પડાપડી થઇ ગઇ હતી. આયુષ મંત્રાલયના કહેવા મુજબ હર્બલ ટી અમારા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. બદલાઇ રહેલી સિઝનના ગાળા દરમિયાન થનારી બિમારીથી આ હર્બલ ટી ખુબ તાકાત આપે છે. હર્બલ ટી ઇન્ફકેક્શનના કારણે થતી તકલીફોને રોકે છે. સાથે સાથે શ્વાસ સાથે સંબંધિત બિમારી થવાથી રોકવામાં મદદ કરે છે. હર્બલ ટી કઇ રીતે બને છે તેને લઇને સવાલ કરનાર લોકોને કેટલીક માહિતી પણ આપવામાં આવી છે. કોરોના વાયરસ અતિક્રમક દેશમાં ઓછામાં ઓછી જગ્યા સુધી મર્યાદિત રહી શકે તે માટે જુદી જુદી બાબતને ધ્યાનમાં લઇને ભારત સરકાર દ્વારા દેશભરમાં ચાલી રહેલા આંશિક લોકડાઉનના ગાળાને વધારી દેવાની જાહેરાત કરી દીધી છે.આની સાથે જ આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય સમય સમય પર કોરોનાની સામે લડવા માટે ઉપાયા દર્શાવેે છે. જે તેમને કોરોના જેવા સક્રમણથી દુર રાખવામાં મદદ કરે છે. હાલમાં જ આયુષ મંત્રાલય દ્વારા એક હર્બલ ટી બનાવવાની વિધી દર્શાવવામાં આવી હતી. આયુષે આને હર્બલ ટી અથવા તો કાઢા બનાવવાની જે સામગ્રીનો ઉપયોગ કરવા માટે સલાહ આપી હતી. તે તમામ ચીજાે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. સાથે સાથે સારી બાબત એ છે કે આમાં ઉપયોગી રહેલી તમામ ચીજાે ઘરના રસોડામાં ઉપલબ્ધ રહે છે. આ બાબત એટલા માટે કહેવામાં આવી રહી છે કે લોકડાઉનની સ્થિતીમાં પણ આપને કોઇ જગ્યાએ બહાર જવાની કોઇ જરૂર નથી. એટલે કે રસોડામાં નજર કરવામાં આવે તો તમામ ચીજાે સરળતાથી મળી જાય છે. હર્બલ ટી બનાવીને બે વખત દિવસમાં ઉપયોગ કરવામાં આવે તો કેટલાક ફાયદા થાય છે. હર્બલ ટી બનાવવા માટે જરૂરી ચીજાેની વાત કરવામાં આવે તો તેમાં તુલસી પત્તા, દાલખાંડ, કાળા મરચા, સૌઢ અથવા તો ડ્રાય ગિંગર જેવી વસ્તુની જરૂર હોય છે. હર્બલ ટી તૈયાર કરવામાં કોઇ મુશ્કેલી નથી. બનાવવાની રીતની વાત કરવામાં આવે તો આપને જેટલા લોકો માટે તેને બનાવવાની જરૂર છે. તે રીતે કપમાં પાણી સૌથી પહેલા લો. તેને ગેસ પર ગરમ કરવામાં આવે તે જરૂરી છે. જ્યારે પાણી ગરમ થઇ જાય ત્યારે આગને ધીમી કરવામાં આવે તે જરૂરી છે. ત્યારબાદ તેમાં ઉપર દર્શાવવામાં આવેલી તમામ ચીજાે નાંખી દેવાની જરૂર હોય છે. જાે સ્વાદમાં ગળ્યુ કરવુ છે તો ગોળ અથવા તો નેચરલ શુગર મિક્સ કરી શકાય છે. ધ્યાન રાખવા માટેની બાબત એ છે કે ગેસ ધીમી ગતિથી ચાલુ રહે. તમામ સામગ્રી નાંખ્યા બાદ જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેને કોઇ સાધનની મદદથી છાણી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાંમ લિબુ નાંખી દેવામાં આવે છે. લુમ્બુ અને ગોળનો ઉપયોગ આપની પસંદ પર આધારિત રહે છે. તૈયાર કરવામાં આવેલી હર્બલ ટીને પરિવારની સાથે બેસીને પી શકાય છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button