નવી દિલ્હી

૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને પોતાનો ધર્મ પસંદ કરવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ

કાળા જાદુ અને ધર્મપરિવર્તન પર નિયંત્રણ મેળવવા માટે થયેલી અરજી ફગાવાઈ

નવી દીલ્હી,તા.૧૦
કાળા જાદુ અને ધર્મપરિવર્તન પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માગ કરતી અરજી નકારી કાઢતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને તેમનો ધર્મ પસંદ કરવાનો અધિકાર છે.
જસ્ટિસ આર એફ નરિમાન, જસ્ટિસ બી આર ગવઇ અને જસ્ટિસ ઋષિકેશ રોયે અરજકર્તા અશ્વની ઉપાધ્યાયની આકરી ટીકા કરતાં તેમના વતી હાજર થયેલા સિનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણનને જણાવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ ૩૨ અંતર્ગત આ કેવા પ્રકારની રિટ પિટિશન છે અમે અરજકતરિ્ પર આકરો દંડ લાદીશું. તમે તમારા જાેખમે દલીલ કરી શકો છો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિને ધર્મ પસંદ કરવાની પરવાનગી શા માટે ન આપી શકાય તે અંગે અમને કોઇ કારણ દેખાતું નથી. તેના કારણે જ બંધારણમાં ધર્મપાલનનો શબ્દ છે. સુપ્રીમનાં આકરાં વલણ પછી ઉપાધ્યાયના વકીલે અરજી પાછી ખેંચી હતી.
અરજકર્તએિ સુપ્રીમ કોર્ટને અરજીમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો કાળા જાદુ, અંધશ્રદ્ધા અને લાલચ અથવા બળજબરીથી કરાવાતા ધર્મપરિવર્તનના દૂષણને ડામવામાં નિષ્ફળ રહી છે. આ દૂષણ અટકાવવા એ બંધારણના આર્ટિકલ ૫૧એ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની ફરજાેમાં આવે છે. સરકારે કાયદો ઘડીને ૩ થી ૧૦ વર્ષની કેદની જાેગવાઇ કરવી જાેઇએ.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button