નવી દિલ્હી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એક મહિનો પાછળ ઠેલાય તેવી શક્યતા, સાંજ સુધીમાં વિધિવત જાહેરાત

ગાંધીનગર,તા.૧૦
ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ ના કેસ નો આંકડો ચાર હજારને પાર થઇ ચૂક્યો છે રોજે રોજ નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહેલા કોરોના ને નિયંત્રિત કરવાનું સરકાર માટે ખૂબ અઘરું બન્યું છે પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ત્યારબાદ વિધાનસભા બજેટ સત્ર બાદ આવેલું પરિણામ સ્પષ્ટપણે જાેઇ શકાય છે હવે આગામી તારીખ ૧૮મી એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ને લઈને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષ દ્વારા આ ચૂંટણી મોકૂફ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યાર બાદ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય ચૂંટણી આયોગ ને પત્ર લખીને આ ચૂંટણી મોકૂફ રાખવા અપીલ કરી હતી તેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એક મહિનો પાછળ ઠેલાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે જેની જાહેરાત બપોર સુધીમાં થાય તેવી શક્યતા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને મોકૂફ રાખવા ચૂંટણી પંચને ગઈકાલે પત્ર લખ્યો છે.તા.૧૮ એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને મોકૂફ રાખવાની રજૂઆત કરી ચુક્યુ છે. જેને ધયાનમા રાખી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ ના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તેમજ કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ૧૮ એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજાેગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચ ને કરી છે.મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જાેડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજરત રહેતા હોય છે. આવા સંજાેગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button