નવી દિલ્હી

પ્રચાર રેલીઓ રદ કરવાની ચૂંટણીપંચની ધમકી

નવી દીલ્હી,,તા.૧૦
ચૂંટણીપંચ દ્વારા તમામ રાજકીય પાર્ટીઓને ચૂંટણીના પ્રચાર દરમિયાન કોરોનાવાયરસ અંગેના તમામ નિયમોનું બરાબર પાલન કરવામાં આવતું નથી તે વાતની નોંધ લઇને ચેતવણી આપવામાં આવી છે કે જાે હવે બેદરકારી જાેવા મળશે તો પ્રચારની રેલીઓ રદ કરવાની ફરજ પડશે.
કોરોનાવાયરસ ના નવા કેસ માં ભયંકર વધારો દરરોજ થઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન માસ્ક ના નિયમોનું બરાબર પાલન કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું બરાબર પાલન કરવાની રાજકીય પક્ષોને ખાસ તાકીદ કરી છે અને હવે છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે.
ચૂંટણીપંચ દ્વારા પ્રચાર યુદ્ધ દરમિયાન કેટલાક સ્ટાર પ્રચારકો દ્વારા પણ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની નોંધ લેવામાં આવી છે સિનિયર નેતાઓ દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે નારાજી વ્યક્ત કરી છે.
ચૂંટણી પંચે ગઈકાલે જ તમામ રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષીઓ ને લેખિતમાં કેટલીક સૂચનાઓ આપી છે અને એવો ઉલ્લેખ કર્યો છે કે કોરોના ને રોકવા માટે નિયમો ઘડવામાં આવ્યા છે અને જાે તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ચૂંટણી પંચ ગંભીર વિચાર કરવા મજબૂર બનશે અને રેલીયો પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button